અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર કડકિયા કોલેજ માર્ગના સમારકામને લઈને ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર કડકિયા કોલેજ નજીક માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી હોવાથી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. માર્ગ પર રોજિંદા ધોરણે ટ્રાફિકજામ થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કડકિયા કોલેજ નજીક તંત્ર દ્વારા આશરે 500 મીટરના રોડનું કોન્ટ્રાક્ટ હેઠળ સમારકામ કરવામાં આવી રહ્યું છે.જોકે કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો વચ્ચે માર્ગ પરથી પસાર થતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

ટ્રાફિકજામને કારણે સ્થાનિક વાહનચાલકો તેમજ હાઈવે પરથી પસાર થતા મુસાફરોમાં મુશ્કેલી વધી રહી છે.કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.દરમ્યાન સમારકામની કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.જો મોટા વાહનો માટે નિયંત્રણ અમલમાં મૂકવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થામાં કેટલો સુધારો થાય છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!