જામનગરમાં યોજાયેલા ‘ભારત ગૌરવ સન્માન એવોર્ડ’ સમારોહમાં ગુજરાતી કલાકાર રાજદીપને બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માન

SHARE:

જામનગર,

જામનગર ખાતે જે.પી.ટી.પ્રોડક્શનના નેજા હેઠળ ટી એસ જાડેજા દ્વારા ‘ભારત ગૌરવ સન્માન એવોર્ડ ફંક્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના એક ભવ્ય રિસોર્ટ ખાતે યોજાયેલા આ સન્માન સમારોહમાં ફિલ્મ, કલા અને મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ કલાકારો અને પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમ્યાન હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા રાજા મુરાદ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કલાકારોને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમારોહ દરમ્યાન ગુજરાતી ફિલ્મ અને કલાક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર, સુરતના ખ્યાતના કલાકાર સંજીવકુમાર પછી વધુ ફિલ્મો કરનાર લોકપ્રિય કલાકાર રાજદીપને ‘બેસ્ટ એક્ટર’ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સહિત હસ્તી મોહિની જે હોરર,સસ્પેન્સ મર્ડર,થ્રિલર,ફિલ્મનું ઓક્ટોમ્બર મહિનાથી શુટિંગનો પ્રારંભ થનાર હોય જે બેનરનું રાજા મુરાદ તથા ટી એસ જાડેજાના હસ્તે પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું.

રાજદીપને એવોર્ડ મળતા તેમના પરિવારજનો, મિત્રો, સહકલાકારો તેમજ શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા. એવોર્ડ સ્વીકારતી વેળાએ રાજદીપે આયોજકો તથા ઉપસ્થિત મહાનુભાવોના આભાર વ્યક્ત કર્યો હતો.

સમારોહમાં વિવિધ ક્ષેત્રના કલાકારોની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ આકર્ષણ મળ્યું હતું.કલાકારોના સન્માન સાથે તેમની કલાત્મક પ્રતિભા અને ફિલ્મ ક્ષેત્રે આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ‘જય હિંદ, જય ભારત’ના ઉદ્ઘોષ સાથે રાષ્ટ્રપ્રેમ અને કલાપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો.જામનગર ખાતે યોજાયેલા આ સન્માન સમારોહમાં ગુજરાતી કલાકાર રાજદીપને મળેલું ‘બેસ્ટ એક્ટર’ સન્માન સ્થાનિક કલા જગત માટે ગૌરવની બાબત બન્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!