હાંસોટના ઈલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાતા 3 તાલુકાની 56 સ્કૂલના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરી કરાઈ

SHARE:

ભરૂચ,

ભરૂચના હાંસોટ તાલુકાના ઈલાવ ગામની આર.કે. વકીલ હાઇસ્કુલમાં એસવીએસ કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3 તાલુકાની 56 સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી–ભરૂચ તથા હાંસોટના ઈલાવ સ્થિત આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ક. મા. મુનશી શાળા વિકાસ સંકુલનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૬ યોજાયું હતું.આ પ્રસંગે યોજાયેલ ઉદ્ઘાટન સમારોહનો દીપપ્રાગટય દ્વારા પ્રારંભ કરાયો હતો.કાર્યક્રમમાં એથર ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિન દેસાઈ, સિનિયર કન્સલ્ટન્ટ પ્રોજેક્ટ એમ.કે.નાયક, પંડવાઈ સુગર ફેકટરીના વાઈસ ચેરમેન અનિલ એન.પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ વિશાલ પટેલ,હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર ડો.રોબિન ભગત,આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ,આર.કે.વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિતના મહાનુભાવો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રીબીન કટિંગ કરી પ્રારંભ કરાયો હતો.આ પ્રદર્શનમાં અંકલેશ્વર-હાંસોટ અને ઝઘડિયા તાલુકાની 56 સ્કૂલના બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝ, સર્જનાત્મકતાના આધારે 82 કૃતિઓ રજૂ કરી હતી.વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ વૈજ્ઞાનિક મોડેલોએ ઉપસ્થિત મહાનુભાવોને આકર્ષ્યા હતા.બાળ વૈજ્ઞાનિકોને પોતાની પ્રતિભા અને વૈજ્ઞાનિક વિચારધારા રજૂ કરવા માટે મળેલા આ મંચથી વિદ્યાર્થીઓમાં સંશોધન, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમને વેગ મળ્યો હતો.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!