(સંજય પટેલ,જંબુસર)
અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા જૂની પડતર માગણીઓ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યુ.
જંબુસર અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ પ્રમુખ મણીલાલ ડી સોલંકીની આગેવાની માં સફાઈ કામદારોની જૂની પડતર માગણીઓનું દિન 15 માં નિરાકરણ લાવવા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન પત્ર આપવા મંત્રી બાબુભાઈ કે સોલંકી સહિત હોદ્દેદારો,ઉપસ્થિત રહ્યા હતા.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ સંઘ સાથે તારીખ 8 9 2025 ના રોજ ઔદ્યોગિક વિભાગ ધારો 1947 ની કલમ બે (પી) હેઠળ સમાધાન થયેલ મુજબની અમલવારી આજ દિન સુધી ન કરતા સમાધાનનો ભંગ કરી સફાઈ કામદારો સાથે જાતીય ભેદભાવ રાખીને છેતરપિંડી કરેલ છે એટ્રોસિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા આ સંઘને ફરજ પાડેલ છે. તથા ભૂતકાળમાં જંબુસર નગરપાલિકાએ ઠરાવ નંબર 21 તારીખ 29-0694 થી નામદાર લેબરકોટ હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ ટેબલવર્ત કર્મચારીઓની વચ્ચે કાયદાકીય તકરાર ઊભી ના થાય અને નગરપાલિકાના વહીવટ ના હિતમાં નિર્ણય લઇ કર્મચારીઓને કાયમ કરવામાં આવેલ હોય તો સ્વચ્છતા હી સેવા બજાવનાર વંશ પરંપરાગત થી પાયાની કામગીરી કરતા છે વાડાના વાલ્મિકી સમાજના સફાઈ કામદારો સાથે ભેદભાવ શા માટે એમનો થતો ભેદભાવ દૂર કરી તારીખ 8 9 2025 ના રોજ થયેલ ઠરાવને ધ્યાને લઈ સફાઈ કામદારોને કાયમી કરવા અને થયેલ સમાધાનની ટાંકી દે અમલવારી કરી વર્ષો જૂની પડતર માગણીઓનું નિરાકરણ લાવવા અંગે આ સહિત સાતમા પગાર પંચનો લાભ આપવા, મેકમ મંજૂરી ની દરખાસ્ત કરવામાં આવેલ નથી તે તાકીદે કરવા, સફાઈ કામદારોને સેફટીના સાધનો યુનિફોર્મ આપવા, ગ્રુપ વીમા પોલિસી આપવા, તમામ સફાઈ કામદારોને આવાસ યોજનાનો લાભો આપવા, દિવાળીના તહેવારને ધ્યાને લઇ એડવાન્સ બોનસ પગાર સત્વરે ચૂકવવા, નગરપાલિકામાં ગટર ખાતા ના મેકમ બાબતે દરખાસ્ત કરવા, કામદારોને 30 દિવસનો પગાર પૂરો ચૂકવવા સહિતની જૂની પડતર માગણીઓનું દિન 15માં સ્થાનિક કક્ષાએથી નિરાકરણ લાવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જો નિરાકરણ નહીં આવે તો સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો તારીખ 21 10 2026 થી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલનો આશરો લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.




