ભરૂચના નબીપુર-ઝનોર માર્ગ પર એક્ટિવા-બાઈક સામસામે અથડાતા પતિ-પત્ની સહિત 3ના ઘટના સ્થળે મોત

SHARE:

– એક ગંભીર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં 

ભરૂચ,

ભરૂચ તાલુકાના નબીપુર-ઝનોર માર્ગ પર મોપેડ એક્ટિવા અને બાઈક વચ્ચે સામસામે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિનાં ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના નબીપુર-ઝનોર રોડ પર પુરઝડપે જઈ રહેલાં વાહનો વચ્ચે મોટો ધડાકો થયો હતો.જેમાં ઝનોર ગામનાં સતીશ વસાવા અને તેમના પત્ની જ્યોત્સનાબેન વસાવાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.આ ઉપરાંત, સામેના વાહનના ચાલક ઝઘડિયાના રાહુલ વસાવાનું પણ ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.અકસ્માતની જાણ થતા જ નબીપુર પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથધરી છે.પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયા છે.એક સાથે ત્રણ લોકોના મોત થતાં લોકોમાં અરેરાટી વ્યાપી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!