આમોદમાં જાહેર માર્ગો ઉપર વારંવાર મહાકાય મગરો દેખાવાની ઘટનાથી લોકો ભયભીત

SHARE:

– પૂરસા અને પશુ દવાખાના રોડ બાદ વાડિયા ગામના માર્ગ પર વિશાળ મગર દેખાયો

ભરૂચ,

આમોદ તાલુકામાં જાહેર માર્ગો પર વારંવાર મહાકાય મગરો દેખાવાની ઘટનાથી લોકોની ચિંતામાં વધારો થયો હતો.થોડા દિવસ અગાઉ પૂરસા ગામ તરફ જવાના માર્ગ ઉપર મગર દેખાયો હતો, ત્યારબાદ આમોદના પશુ દવાખાના રોડ ઉપર પણ મગર નજરે પડ્યો હતો.હવે આમોદ નજીક આવેલા વાડિયા ગામના માર્ગ ઉપર આશરે ૧૫ ફૂટ લાંબો વિશાળ મગર દેખાતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વાડિયા ગામના માર્ગ પર દેખાયેલા આ વિશાળ મગરને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.જાહેર માર્ગ પર આટલા મોટા મગરની હાજરીને પગલે લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મગરને પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, મગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ભીડને નિયંત્રિત કરવા આમોદ પોલીસની ટીમે પણ સ્થળ પર પહોંચવું પડ્યું હતું.આમોદ તાલુકામાં વારંવાર મગરો જાહેર માર્ગો સુધી પહોંચી જતા આસપાસના નદી-નાળા, જળાશયો અને મગરોના કુદરતી રહેઠાણોની સ્થિતિ અંગે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!