ભરૂચ,
NPS દિવસ ૨૦૨૬ અભિયાનના ભાગરૂપે ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના નાણામંત્રી દ્વારા NPS સંચય યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.જે યાત્રા ઓક્ટોબર ૨૦૨૬ દરમ્યાન ગુજરાત રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ફરીને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્ય માટે પેન્શન આયોજનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવશે.NPS સંચય યાત્રા ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યાથી ભરૂચની જે.પી.કોલેજ ખાતે પહોંચનાર છે. ત્યારે આ યાત્રાની મુલાકાત દરમ્યાન તાલીમબદ્ધ પ્રતિનિધિઓ NPS સંચયની વિશેષતાઓ અને લાભો સમજાવશે,નાગરિકોને ખાતું ખોલાવવા અને તેમાં યોગદાન આપવા અંગે માર્ગદર્શન પૂરું પાડશે તેમજ તેમના પ્રશ્નોના જવાબ આપશે.જાગૃતિ લાવતી સામગ્રીનું વિતરણ કરવામાં આવશે અને સહાય માટે વિવિધ બેંકોના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે.ભરૂચના નાગરિકોને મોટી સંખ્યામાં સંચય યાત્રા વાનની મુલાકાત લેવા,NPS સંચય વિશે જાણકારી મેળવવા અને સુરક્ષિત આર્થિક ભવિષ્ય માટે આયોજન શરૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.




