ભરૂચ કોગ્રેસમાં વિખવાદથી નગર પાલિકા વિપક્ષ નેતા વિનાની!

SHARE:

– ભરૂચ નગર પાલિકા ૬ મહિનાથી વિપક્ષ નેતા વિનાની!

– ભરૂચ નગર પાલિકામાં વિપક્ષના નેતા બનવાના અભરખા: ઝુબેર પટેલ,જીગ્નેશ બ્રહમભટ્ટ અને નગર પાલિકા પ્રમુખ આદિવાસી હોય તો વિપક્ષના નેતા તરીકે આદિવાસી નેતા હેમેન્દ્ર કોઠીવાલા પણ રેસમાં

– ભરૂચ શહેર કોગ્રેસમાં નગર પાલિકામાં ચૂંટાયેલા નગર સેવકોમાં ભાગલાઓની નિતીથી નગરજનોના મહત્વના પ્રશ્ન નગર પાલિકામાં ઉઠાવશે કોણ?

– ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના ર૯ જિલ્લામાં વિપક્ષના નેતા નિમણુંકી પ્રદેશ માંથી થશે : સલીમ અમદાવાદી (શહેર કોગ્રેસ પ્રમુખ)

ભરૂચ,

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને સત્તાપક્ષે તમામ જિલ્લાઓમાં ચેરમેનો, પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદ માટે પદાધિકારીઓની નિમણુંકી કરી દીધી પરંતુ ગુજરાત કોગ્રેસ પ્રદેશ માંથી વિપક્ષના નેતાઓની ર૯ જિલ્લામાં નિમણુંકી ન થવાના કારણે વિપક્ષ નબળો પડી રહયો હોય તેમ ભરૂચ નગર પાલિકામાં પણ ચૂટણીના ૬ મહિના બાદ નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ ગઈ પરંતુ વિપક્ષની નિમણુંકી ન થતાં હાલમાં પણ વિપક્ષની નિમણુંકી ન હોય અને હાલમાં પણ વિપક્ષ વિનાનું નગર પાલિકા હોવાનું શહેર કોગ્રેસ પ્રમુખે કહયું છે.

ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ ગઈ હોવાના પણ ૬ મહિના વિતી ગયા હોવા છતાં પ્રદેશ કોગ્રેસ હજુ ર૯ જિલ્લામાં વિપક્ષના નેતા જાહેર કરવામાં નિષ્ફળ રહયા હોય અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય વિપક્ષ પણ નગર જનોના પ્રાણ પ્રશ્નોને લઈ નબળો પડી રહયો હોય જેને લઈ ભરૂચ નગર પાલિકામાં પણ એક સામાન્ય સભા યોજાઈ ગયા બાદ પણ ૬ મહિના વિતી ગયા હોવા છતાં વિપક્ષની નિમણુંકી ન થતી હોય અને ભરૂચ નગર પાલિકામાં કોગ્રેસમાં જ નગર સેવકોમાં ભાગલાઓની નિતીના કારણે વિપક્ષના નેતા બનવાની ઈચ્છા ધરાવનાર ઝુબેર પટેલ અને જીગ્નેશ બ્રહમભટ્ટ રેશમાં રહયા છે પરંતુ ભરૂચ નગર પાલિકામાં પ્રમુખ પદ ઉપર બિરાજમાન આદિવાસી દેવેન્દ્રસિંહ વસાવા હોય તો વિપક્ષ તરીકે પણ આદિવાસી તરીકે હેમેન્દ્ર કોઠીવાલા હોઈ શકે પરંતુ કોગ્રેસીઓની તાંટીયાખેંચ પધ્ધતિ અને પ્રદેશમાંથી નિર્ણય લેવામાં લાંબા સમયના કારણે ભરૂચમાં કોગ્રેસ વિરોધ કરવામાં નબળો પડી રહયો હોય જેને લઈને આવનાર સમયની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ મજબુતાઈથી આગળ આવશે કે પછી આમ આદમી પાર્ટી તેવા અનેક સવાલો વચ્ચે આખરે નગર પાલિકામાં વિપક્ષનો નેતા કોણ તેવા સવાલો ભરૂચ નગરમાં ચર્ચાસ્પદ બન્યા છે.

ભરૂચ શહેર કોગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેઓએ કહયું હતું કે વિપક્ષના નેતાની નિમણુંકી પ્રદેશમાંથી થતી હોય અને પ્રશ્ન માત્ર એકલો ભરૂચનો નથી પરંતુ ર૯ જિલ્લામાં કોગ્રેસ પ્રદેશ વિપક્ષના નેતાની નિમણુંકી કરશે તેમ કહી આખરે વિપક્ષના નેતાઓની નિમણુંકીનું મુર્હુત દિવાળી પહેલા નિકળશે કે પછી જેમ પાછલા બારણે મેન્ડેટ આવી ગયા હતા તેમ પાછલા બારણે વિપક્ષના નેતાનું મેન્ડેટ પણ આવી જશે… તેવા સવાલો વચ્ચે હાલ ભરૂચમાં નગર પાલિકામાં વિપક્ષ તરીકે નિમણુંકી ન થતાં મહત્વના મુદા ઉઠાવવામાં કોગ્રેસ નબળું પડી રહયું હોય તેવું ચર્ચાસ્પદ બની ગયું છે.

– ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનો દબદબો શું કોગ્રેસ માટે નુકશાન કારક બની રહેશે.?

ર૦ર૭ વિધાનસભાની ચૂંટણીનો દબદબો ધીરે ધીરે જામી રહયો છે સત્તા પક્ષ પણ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમરકસી રહી હોય તેવામાં નબળો કોગ્રેસ સામે આમ આદમી પાર્ટી પણ પડકારરૂપ બની રહે તેમ હોવાના કારણે ભરૂચમાં ભાજપના ભાગલા હોય તેમ કોગ્રેસમાં પણ ભાગલાઓની નીતીથી ત્રીજા પક્ષ રૂપે આમ આદમી પાર્ટી બન્ને પક્ષોને નુકશાન કરી શકે તેમ હોવાનું પણ માનવામાં આવી રહયું છે.

– કોગ્રેસ અને ભાજપમાં કેવા કેવા છે ભાગલા…?

ભરૂચ જિલ્લામાં પૂર્વ ધારાસભ્યની ટુંકડી અલગ,હાલના ધારાસભ્યની ટુંકડી અલગ, વાગરાના હાલના ધારાસભ્યની ટુંકડી અલગ, અંકલેશ્વરમાં હાલના ધારાસભ્ય અને જિલ્લા મહામંત્રીઓની ટુંકડીઓ અલગ, આમોદ જંબુસરમાં પણ ભાજપમાં પણ ભાગલાઓ જેથી પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખની ટુંકડી અલગ, હાલમાં ટર્મ પૂર્ણ ન થવા દીધી હોય અને પૂર્વ જિલ્લા પ્રમુખ ટુંકડી અલગ, હાલના નવા પ્રમુખની ટુંકડી અલગ અને ભાજપમાં અડધુ કોગ્રેસ ભરાયું હોય જેને લઈને કોગ્રેસનાં જિલ્લા પ્રમુખની ટુંકડી અલગ શહેર પ્રમુખની ટુંકડી પણ અલગ સરવારે ભાજપ કોગ્રેસમાં ચાલી રહેલી ભાગલાની નીતીથી આવનારી વિધાનસભાની પાંચ બેઠક ઉપર ચૂંટણી જીતવી કોણે ભારે પડશે તેવા સવાલો ઉભા થઈ ગયા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!