દીપડાથી ભયમાં મુકાયેલ ટાઉનશીપવાસીઓ ભય મુક્ત થયા : ભરૂચની GNFC ટાઉનશીપમાં ધોળે દિવસે દેખાયેલા દીપડાને પ દિવસની મહેનત બાદ પાંજરે પુરવામાં સફળતા

SHARE:

ભરૂચ,

ભરૂચની GNFC ટાઉનશીપ વિસ્તારમાં ધોળે દિવસે દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાયો હતો.દીપડાની જાણ થતા જ કંપની સિક્યુરિટી દ્વારા સર્ચ હાથધરી વન વિભાગને જાણ કરતા બંને ટીમો કામે લાગી હતી અને 5 દિવસની મહેનત બાદ અંતે દીપડો પાંજરે પુરાતા લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 22 નવેમ્બર રવિવારના સવારના સમયે ભરૂચની GNFC કંપનીની ટાઉનશીપની સ્ટ્રીટ નંબર 9, 14 અને 24 ની આસપાસ દીપડાની અવરજવર જોવા મળી હતી.રહેણાંક વિસ્તારની નજીક દીપડો દેખાતા રહીશોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.ઘટનાની જાણ થતા જ GNFC ની સિક્યોરિટી ટીમ તાત્કાલિક એલર્ટ થઈ હતી અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ અને નજર રાખવાની કામગીરી તેજ કરી દેવામાં આવી હતી.આ ઉપરાંત દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા તાત્કાલિક ટીમ સાથે દોડી આવ્યા હતા અને રાઉન્ડ ઘ ક્લોક નજર રાખી દીપડાને પાંજરે પુરવા બે પાંજરા મુકવામાં આવ્યા હતા.ધોળે દિવસે દીપડો દેખાતા ટાઉનશીપના રહીશોને સાવચેત રહેવા,ઘર માંથી બહાર નહીં નીકળવા,ખાસ કરીને રાત્રિના સમયે કે અંધારાવાળા વિસ્તારોમાં બિનજરૂરી બહાર ન નીકળવા અને બાળકો તથા પાલતુ પ્રાણીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.સિક્યુરિટી ટીમ અને વન વિભાગની ટીમ દ્વારા સતત 5 દિવસથી રાત દિવસ સર્ચ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અંતે તેઓને સફળતા મળી હતી.કંપનીના ગોલ્ફ એરીયા માંથી ગુરુવારની સવારે પાંજરામાં દીપડો પુરાતા સિક્યુરિટી ટીમ, વન વિભાગ સહિત ટાઉનશીપના લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની વાત પ્રસરતા લોકો તેને જોવા ઉમટી પડતા વન વિભાગ દ્વારા પાંજરેને નેટ વડે ઢાંકી ઝાડેશ્વર ખાતે આવેલ નર્સરી ખાતે લઈ જવાયો હતો.જ્યાં ઉપરી અધિકારીની સૂચના બાદ પાંજરે પુરાયેલ દીપડાને ખોરાક, હવા અને પાણી મળી રહે તેવા જંગલ વિસ્તારમાં છોડવાની કવાયત હાથધરી હતી.હાલતો દીપડો સ્વસ્થ અને સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!