– દુધધારા ડેરીથી જીઆઈડીસીમાં જવાના માર્ગ પર ગંદકીના ઢગલાથી કામગીરી સામે સવાલો
ભરૂચ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનાં ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં દુધધારા ડેરી થી જીઆઈડીસી જવાના માર્ગની સાઈડ પર ઠેર ઠેર ગંદકીનાં ઢગલાનાં પગલે સફાઈ અભિયાનનાં ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા ને લઈને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેથી તંત્ર દ્વારા સ્વચ્છતા પખવાડિયા સહિત સફાઈ બાબતે અવરનેસ કાર્યક્રમ પણ યોજવામાં aave છે.તો બીજી તરફ ભરૂચ નોટીફાઈડ એરીયાનાં અધિકારીઓ દ્વારા સફાઈ અભિયાનનાં ધજાગરા ઉડાડતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અધિકારી દ્વારા ફિલ્ડમાં નહીં નીકળતા હોવાની ચર્ચા વચ્ચે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. દુધધારા ડેરી થી જીઆઈડીસી જવાના માર્ગ પર રોડની સાઈડમાં નોટીફાઈડ એરીયા દ્વારા બોર્ડ મુકવામાં આવ્યું છે.જેમાં અહીંયા કચરો નાંખવો નહીં, આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો,જાહેરમાં કચરો નાંખશો તો દંડને પાત્ર થશો જેવા સ્લોગન લખેલુ બોર્ડ મુકવામાં આવ્યું છે.તેમ છતાં આ બોર્ડની આસપાસ જ કચરાના ઢગલા જોવા મળતા નોટીફાઈડ એરિયાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.સાથે સાથે બોર્ડમાં સીસીટીવી હોવાનું દર્શાવેલ છતાં આ માર્ગ પર કોઈ કેમેરા પણ જોવા મળ્યા ન હતા,જાહેરમાં કચરો નાંખનાર સામે કોણ દંડનીય કાર્યવાહી કરશે તેવા સવાલો પણ ઉઠ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નોટીફાઈડ એરિયાનાં અધિકારીઓ કચેરી માંથી બહાર નીકળી જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ઠેર ઠેર ગંદકી ક્યારે સફાઈ કરાવે છે તે જોવું રહ્યું.



