શું રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેડી સિંઘમ બનવાનો શોખ જાગ્યો છે?

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલા નગરપાલિકાના નવા વરાયેલા ચીફ ઓફિસર વૈશાલીબેન વરિયા છેલ્લા કેટલાક વખતથી વિવાદનું અને પ્રજાના રોષનું કારણ બન્યા છે.ચીફ ઓફિસરના દરેક નવા નિર્ણય સામે પ્રજામાં રોજ વધતો જાય છે.એનાથી પ્રજાની સમસ્યા તો ઉપરથી નથી પણ ઓર વધતી જાય છે.

રાજપીપલા નગરપાલિકાના ચીફ આ નવા વારાયેલા ઓફિસરને” લેડી સિંઘમ” બનવાનો શોખ જાગ્યો છે?છાસવારે નગરપાલિકાની ટીમ લઈને નગરના દબાણ હટાવવા સફાઈ કામગીરી કરવા ઢોરો હટાવવા નીકળી પડે છે. શરૂઆતમાં થોડી કામગીરી કરી પછી પ્રજાનો વિરોધ શરૂ થતા કામગીરી બંધ કરી દે છે અને પ્રજાની સમસ્યા તેમની તેમ રહી જાય છે.આજે પણ રાજપીપળા ગંદકીમાં સબડે  છે.

 નગરપાલિકા પાસે કર્મચારીઓની કમી હોવાથી વાહનોની કમી હોવાથી અને કચરો વાળવા માટે રોજે રોજ સફાઈ કામગીરી કરાતી નથી તેથી એક દિવસની આંતરે તો ક્યારે બે-ચાર દિવસે સફાઈ કામદારો જાણે પ્રજા ઉપર ઉપકાર કરતા હોય એમ સફાઈ કરવા આવે છે. જેને કારણે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે.

તાજેતરમા રાજપીપલા નગરપાલિકામાં ૨૦૦ના દંડ મામલે દુકાન સીલકરાતા વેપારીએ પાલિકામાં હોબાળો મચાવ્યો  છે.જેમાં એક દુકાન આગળ ગંદકીના મામલે પાલિકાએ દંડ અને દુકાન સીલ કરી હતી.

રાજપીપલા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. માત્ર ૨૦૦ના દંડના મામલે વેપારીની દુકાન સીલ કરી દેવામાં આવતા વેપારી અને નગરપાલિકાના વહીવટી તંત્ર વચ્ચે વિવાદ સર્જાયો છે.આ મામલે ઉશ્કેરાયેલા વેપારી ચીફ ઓફ્સિરની ચેમ્બર સુધી પહોંચી જતાં સમગ્ર ઘટના નગરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીલાના વેપારી ઘનશ્યામ બારોટની દુકાનની નીચે ખુલ્લી ગટરના કારણે કચરો એકત્રિત થયો હોવાના મામલે નગરપાલિકા દ્વારા તેમને ૨૦૦નો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો.જોકે, દંડની કાર્યવાહી સાથે વેપારીની દુકાનને સીલ કરી દેવામાં આવતાં વેપારી રોષે ભરાયા હતા અને સીધા ચીફ ઓફ્સિરની ચેમ્બરમાં પહોંચી ગયા હતા.આદરમ્યાન થયેલી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.આ ઘટનાને પગલે રાજપીપળાના નગરપાલિકાની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે. આ વેપારીઓમાં અંગે વિવિધ વેપારી મંડળના પ્રમુખ હિમાંશુ દેસાઈએ જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા અને સફાઈ જળવાઈ રહે તે જરૂરી છે, પરંતુ વેપારીનો પક્ષ સાંભળ્યા વગર દંડ ફ્ટકારવો અને દુકાન સીલ કરી દેવી યોગ્ય નથી. 

બીજી તરફ રાજપીપલા નગરપાલિકાના નવા વરાયેલા ચીફ ઓફ્સિર વૈશાલી વરિયાનું કહેવું છે કેમોટાભાગના વેપારીઓમાં કોઈ નારાજગી નથી અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા નિયમ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.હાલમાં એક તરફ વેપારીઓ નગરપાલિકાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ નગરપાલિકા પણપોતાની કામગીરીને લઈને મક્કમ છે.લો કરો વાત, બીજી ચીફ ઓફિસર  જાતે જ  મીડિયા સામે કહે છે અમને સફાઈ કામદારો પણ ગાંઠતા નથી એ વેપારીઓ પણ ગાંઠતા નથી! આમાં ચીફ ઓફિસર વૈશાલીબેન વડીયા પ્રજાના રોજ અને વિવાદનું કારણ બન્યા છે કેટલાકે તો એમની બદલી કરવાની પણ માંગ કરી દીધી છે. સફાઈ કામગીરી દબાણો હટાવવા વગેરે કામગીરી જરૂરી છે પરંતુ આપણી ભેગી બફાઈ ન જાય તે પણ જોવું જરૂરી છે.

 

 

 

બીજી તરફ નગરપાલિકાની પોતાની માલિકીની જગ્યામાં જ ગંદકીના ઢગલા હોવાથીનગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો અનુસાર, રાજપીપળા નગરપાલિકાની માલિકીની જૂની પોસ્ટ ઓફિસ વિસ્તારની જગ્યા હાલ ‘ડમ્પિંગ સાઈટ’ બની ગઈ છે.

પાલિકા દ્વારા અહીં બનાવાયેલી દુકાનો અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી લોકો તેનો ઉપયોગ શૌચાલય તરીકે કરી રહ્યા છે.આ જગ્યાની બિલકુલ બાજુમાં જ હોસ્પિટલ આવેલી હોવાથી ત્યાં દાખલ દર્દીઓ અને આસપાસના રહીશો ગંદકી અને અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. લોકોની માંગ છે કે દુકાનો સીલ કરતા પહેલા નોટિસ આપવી જોઈએ અને ચીફ ઓફિસરે પહેલાપાલિકાની જગ્યાની ગંદકી સાફ કરાવવી જોઈએ.હાલતો બીજાને સુધારતા પહેલા નગરપાલિકાએ જાતે સુધારવાની જરૂર લાગી છે. 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!