google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat જંબુસરના અણખી ગામે શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ

જંબુસરના અણખી ગામે શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ

0

(સંજય પટેલ,જંબુસર)

અણખી મહંત પરિવાર દ્વારા રામજી મંદિર પટાંગણમાં શ્રી રામચરિત માનસ કથા નો પ્રારંભ કરાયો.વ્યાસપીઠ પરથી યોગેશભાઈ શાસ્ત્રીજી માંડવા જેઓ દ્વારા સંગીતમય શૈલીમાં જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરાયો હતો.કથા પ્રારંભે ધારાસભ્ય ડી કે સ્વામી,તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ,મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, ડોક્ટર રાઉલજી, દિલીપભાઈ જોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

જંબુસર તાલુકાના અણખી ગામે રામજી મંદિર ખાતે રઘુવીરભાઈ મહંત,ચંદ્રકાંતભાઈ મહંત અને પરિવાર દ્વારા ગૌ મોક્ષાર્થે શ્રી રામચરિત માનસ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.કથા પ્રારંભે સવારે પોથીયાત્રા ડીજેના તાલે સંગીતના સથવારે નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત કથા મંડપ ખાતે આવી પહોંચી હતી.ત્યાર બાદ કથા પ્રારંભ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના,દીપ પ્રાગટ્ય થકી કરાયો હતો. કથા પ્રારંભે રામચરિત માનસ કથાનું મહત્વ સમજાવ્યું. ૮૪ લાખ યોનીમાં મનુષ્ય દેહ અતિ દુર્લભ છે.ભગવાને મનુષ્યનેજ બુદ્ધિ શક્તિ આપી છે.આ ભવમાં ભગવાનનું ભજન, કીર્તન,પ્રાર્થના,કથા શ્રવણ કરી આ ભવ સુધારવો જોઈએ,વડીલોને આદર આપવો, મા બાપની સેવા કરવી તેમ કહી ગાયનું મનુષ્ય જીવનમાં મહત્વ અને ગાય એ ગૌમાતા કહેવાય છે. તે અંગે શ્રોતાજનોને સમજાવ્યું હતું.નવ દિવસ સુધી ચાલનાર જ્ઞાન યજ્ઞમાં શિવ વિવાહ, રામ વિવાહ ,રામ જન્મ, રાજ્યભિષેક સહિતના પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કથા શ્રવણ માટે ગામ અગ્રણી રાવજીભાઈ પટેલ,જનકભાઈ પટેલ, સંદીપભાઈ સુજાણી,ભરતભાઈ પટેલ,કિરીટભાઈ પટેલ, શંભુભાઈ મહંત, હેમંતભાઈ મહંત,સહિત ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version