google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat વયસ્ક મતદાતાઓના ઘર આંગણે પહોંચ્યું ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર : ઘર બેઠાં...

વયસ્ક મતદાતાઓના ઘર આંગણે પહોંચ્યું ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર : ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

- ૧૦૨ વર્ષીય ફાતમાબીબી શેખે “હોમ વોટીંગ સુવિધા” માટે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રનો માન્યો આભાર

0

ભરૂચ,
લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તારના ૧૫૩- ભરૂચ વિધાનસભા વિસ્તારમા ૧૦૨ વર્ષીય ફાતમાબીબી ગુલામરસુલ શેખ,પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું હતું. આ ઉપરાંત ૧૫૧ વાગરા મતવિસ્તારમાં ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરતા ઘર આંગણે પહોંચી વોટીંગ કરાવ્યું હતું.
આ તકે ફાતમાબીબીએ જણાવ્યું હતું કે વધતી ઉંમરના કારણે મારાથી ચાલી શકાતું નથી. તેથી હોમ વોટીંગ સુવિધાનો લાભ લઈને મે મતદાન કરીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે.ત્યારે હું દરેક નાગરીકને અપીલ કરું છું કે, અચુક મતદાન કરીએ અને દેશને વધુ મજબૂત બનાવીએ. તેમજ હોમ વોટીંગ સુવિધા અંગે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી.
આ અવસરે મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી માધવી મિસ્ત્રી,ઝોનલ ઓફિસર,આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર,માઈક્રો ઓબઝર્વર,બી.એલ.ઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version