google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat ભરૂચ ભૂસ્તર વિભાગે વાગરાના વજાપુરમાં ગેરકાયદેસર ચાલતું માટી કૌભાંડ ઝડપ્યું

ભરૂચ ભૂસ્તર વિભાગે વાગરાના વજાપુરમાં ગેરકાયદેસર ચાલતું માટી કૌભાંડ ઝડપ્યું

0

ભરૂચ,

ભરૂચ ભૂસ્તર વિભાગે વાગરા તાલુકાના વજાપુરમાં ગેરકાયદેસર ચાલતા માટી કૌભાંડ ઉપર દરોડા પાડી સ્થળ ઉપરથી ટ્રક અને હિટાચી મશીન જપ્ત કર્યું હતું અને જીપીએસ પોઈન્ટના આધારે કેટલું ખનન કરાયું છે તેના ડેટા મેળવવાની કવાયત હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલાં વજાપુર ગામે ગેરકાયદેસર રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભુસ્તર વિભાગની ટીમને મળી હતી.જેના પગલે ભુસ્તરશાસ્ત્રી નરેશ જાનીએ તેમની ટીમને સુચના આપતાં રોયલ્ટી ઈન્સ્પેક્ટર તેમજ માઈન સુપરવાઈઝરે ટીમ સાથે સ્થળ પર રેડ પાડી હતી.ટીમે સ્થળ પરથી એક હિટાચી મશીન તેમજ એક ટ્રક જપ્ત કરી હતી.ટીમે સ્થળ પર જીપીએસ પોઈન્ટના આધારે કેટલું ખનન કરાયું છે તેના ડેટા મેળવવાની કવાયત હાથધરી હતી.ભૂસ્તર વિભાગને પ્રાથમિક તપાસમાં ભરૂચ ખાતે રહેતો અને દહેજ ખાતે ધંધો કરતો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં બેફામ રીતે માટી અને રેતીનું ખનન કરાઈ રહ્યુ છે અને ખાણ અને ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થતાં રહે છે.ત્યારે વાગરાના વજાપુર ગામે કેટલાંક શખ્સો ગેરકાયદે રીતે સાદી માટી ચોરી કરવાનો કારસો રચી રહ્યા હોવાની માહિતી મળતા ભૂસ્તર વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરતા જીલ્લા માં ગેરકાયદેસર માટી અને રેતી ખનન માફીયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version