google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Crime તમે જાણો છો વર્ષ 2023-24માં 22 હજારથી વધુ વાહનચાલકો દંડાયા જાણો ક્યાં…?

તમે જાણો છો વર્ષ 2023-24માં 22 હજારથી વધુ વાહનચાલકો દંડાયા જાણો ક્યાં…?

0

આણંદ ટ્રાફિક પોલીસ દ્વારા નાણાંકીય વર્ર્ષ-૨૦૨૩-૨૪ દરમિયાન આરટીઓ દંડ, કોર્ટ દંડ, સ્થળ પર વસુલ કરેલા દંડ તેમજ ઈ-ચલણનો દંડ મળી કુલ  ૨૨,૨૩૭ વાહન ચાલકોને દંડવામાં આવ્યા હતા. જેમાં દંડપેટે તેઓની પાસેથી ૪૨.૪૮ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.  ં જાન્યુઆરી માસ દરમિયાન સૌથી વધુ રૂા.૫.૨૧ લાખ ઉપરાંતનો દંડ વસૂલ્યો છે. જ્યારે સપ્ટેમ્બર માસ દરમિયાન સૌથી ઓછો રૂા.૧.૯૪ લાખ ઉપરાંતનો દંડ વસૂલ્યો છે. વર્ષ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૩૩ કેસ નોંધાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આણંદ ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ-૨૦૨૩ દરમિયાન એનસીના ૨૨૨૩૭, ૨૦૭ મુજબ ડીટેઈનની ૧૫૦૬ અને ઈ-ચલણની ૪૩૭ સંખ્યા નોંધાઈ છે. જ્યારે વર્ષ દરમિયાન આરટીઓ દંડના ૬,૪૩,૯૩૫, કોર્ટ દંડના ૧,૮૬,૯૦૦, સ્થળ પર વસુલ કરાયેલા દંડના રૂા.૩૨,૦૭,૭૦૦ તેમજ ઈ-ચલણ દંડના ૨,૧૦,૪૦૦ મળી કુલ ૪૨,૪૮,૯૩૫નો દંડ વસુલ્યો છે. આણંદ ટ્રાફિક પોલીસ દ્વારા ૨૮૩ હેઠળ ૮૨, ૨૭૯ હેઠળ ૧૦ અને ૧૮૫ હેઠળ ૩૩ કેસો પણ વર્ષ દરમિયાન કરાયા હતા. જેમાં ૧૮૫ એટલે કે ડ્રીંક એન્ડ ડ્રાઈવના નોંધાયેલા કેસો પૈકી જાન્યુઆરી માસમાં ૫, ફેબુ્રઆરી માસમાં ૩, માર્ચ માસમાં ૪, એપ્રિલ માસમાં ૧, મે માસમાં ૫, જૂન માસમાં ૨, જુલાઈ માસમાં ૧, ઓગષ્ટ માસમાં ૩, સપ્ટેમ્બર માસમાં ૧, ઓક્ટોબર માસમાં ૧, નવેમ્બર માસમાં ૦ અને ડિસેમ્બર માસમાં ૭ કેસોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ આડેધડ પાર્કિંગના મામલે દંડ વસુલાયો

આણંદના જૂના બસ મથક, રેલવે સ્ટેશન તથા સ્ટેશન રોડ વિસ્તારમાં ટ્રાફિકની સૌથી વધુ સમસ્યા છે. વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા સૌથી વધુ આડેધડ પાર્કિંગના ગુનામાં દંડની વસુલાત કરવામાં આવી છે. જેમાં ૬૦ ટકા ટુવ્હીલર અને ૪૦ ટકા ફોરવ્હીલર વાહનોને દંડ ફટકારાયો છે. ટ્રાફિક નિયમન માટે વિવિધ પોઈન્ટ ઉપર પેટ્રોલિંગ તથા ટીઆરબી સહિતના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવે છે. ટ્રાફિક નિયમન માટે આણંદ શહેરમાં ૧ પીએસઆઈ, ૨ એએસઆઈ, ૩ હે.કો. અને ૯ કોન્સ્ટેબલ સહિત ટીઆરબી જવાનોનું મહેકમ છે.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version