google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Health શું તમને ખબર છે મેથીના દાણા સાથે પાણી પીવાના ફાયદા.?

શું તમને ખબર છે મેથીના દાણા સાથે પાણી પીવાના ફાયદા.?

0

મેથીનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે થાય છે, પરંતુ આ દાણાના ફાયદા જોતા તેમને ખાનપાનમાં અલગ-અલગ પ્રકારે સામેલ કરવામાં આવે છે. મેથીના પીળા દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મેથીના દાણામાં ફાઇબર, વિટામિન, મિનરલ્સ, આયરન, મેંગેનિઝ અને મેગ્નેશિયમની પણ સારી માત્રા હોય છે.નિષ્ણાતો કહે છે કે ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવું ફાયદાકારક છે.

સંશોધન શું કહે છે?

આયુર્વેદ અનુસાર દરરોજ સવારે ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ જાય છે. મેથીના દાણાનું પાણી ડાયાબિટીસ, પાચન અને પેટને લગતી ઘણી બીમારીઓને નિયંત્રિત કરે છે અને સ્કિન, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે.

આજની વ્યસ્ત અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે ખાલી પેટે મેથીનું પાણી પીવાની આદત બનાવો. આજકાલ લોકો લાંબા સમય સુધી એક જગ્યાએ બેસીને કામ કરે છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવો. મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો. આ પ્રકારની જીવનશૈલીના કારણે લોકોને ઘણીવાર એસિડિટી, પેટમાં બળતરા અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થાય છે. આવા લોકોએ મેથીના દાણાનું પાણી રોજ ખાલી પેટે પીવું જોઈએ. પલાળેલા મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. જો તમે તેને અંકુરિત કરો છો તો તે વધુ ફાયદાકારક છે.

ડાયાબિટીસ

મેથીના દાણા લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે. ફણગાવેલી મેથી વધુ સારી છે કારણ કે તેમાં પલાળેલા મેથીના દાણા કરતાં 30-40% વધુ પોષક તત્વો હોય છે. ઉધરસથી પીડાતા હોય તેમને પણ આ પાણી પીવુ જોઇએ. તેને આહારમાં સામેલ કરવાથી શરીર હંમેશા ગરમ રહે છે.

એસિડિટીમાં રાહત

પલાળેલા મેથીના દાણા ખાલી પેટે ખાવાથી એસિડિટીથી રાહત મળે છે.

પાચન

પલાળેલી મેથીનું સેવન પાચનને પ્રોત્સાહન આપવા અને ગેસ્ટ્રાઇટિસને દૂર રાખવા માટે પણ સારું છે.પાચન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે મેથીનું પાણી પી શકાય છે. આ પાણી પીવાથી પેટમાં દુખાવો, પેટનો ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ ઓછી થઇ શકે છે. કબજિયાતથી પણ રાહત મળે છે.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version