google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Entertainment ‘એક વોટ કી કીંમત સમજો વોટરબાબુ’ ભરૂચના કલાકાર ડો.તરુણ બેન્કરે તૈયાર કરી

‘એક વોટ કી કીંમત સમજો વોટરબાબુ’ ભરૂચના કલાકાર ડો.તરુણ બેન્કરે તૈયાર કરી

0

ભરૂચ,

એક મતની કીંમત શું છે..? આ વિષયને સાકાર એક વર્ટિકલ ફિલ્મ (રીલ) ‘એક વોટ કી કીંમત સમજો વોટરબાબુ’ ભરૂચના કલાકાર ડો.તરુણ બેન્કરે તૈયાર કરી સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છે. આપનો એક મત કેટલો અગત્યનો છે, તેનું મહત્વ સમજવાતી અને મતદાન અંગે નાગરિકોને જાગૃતિ કરતી આ ફિલ્મ માત્ર ૨૩ સેકન્ડ્ની છે.

આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર, વરીષ્ઠ ચરિત્ર અભિનેતા પ્રશાંત બારોટ, સ્કેમ વેબસીરીઝથી મશહૂર થયેલ કળાકાર હેમંત ખેર, ગુજરાતી નાટક, ટીવી અને સિનેમાની અભિનેત્રી કલ્યાણી ઠાકર, સૈયર મોરી રેમાં બાપુની ભૂમિકા ભજવનાર મયુર સોનેજી, શોર્ટફિલ્મ મંત્રના અભિષેક ગલસર અને ડૉ. તરુણ બેન્કરે ભૂમિકા ભજવી છે.આમ આજના સૌથી લોકપ્રિય માધ્યમ સોશ્યલ મીડિયા પર નંબર વન ગણાતા સ્વરૂપ વર્ટિકલ ફિલ્મ અર્થાત રીલ થકી લોકજાગૃતિ ફેલાવવાનો આ પ્રયાસ જન જન સુધી પહોંચાડવાનો આ સ્તુત્ય પ્રયાસ લોકપ્રિય થઈ રહ્યો છું.

આ ફિલ્મ અંગે વાત કરતા ડૉ.તરુણ બેન્કરએ અમારા પ્રતિનિધિને જણાવ્યુ હતુ કે, “મેં પહેલેથી જ પર્ફોર્મિંગ આર્ટ્ને જનજાગૃતિ અને લોકકલ્યાણનો આયામ બનાવ્યો છે. આ પહેલા પણ મતદાન જાગૃતિ માટે એક મિનિટની ફિલ્મ બનાવી હતી.આ ઉપરાંત બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન, એઈડઝ અવેરનેસ, કેન્સર નિવારણ સહિતના વિષયો પર પણ ઘણી ફિલ્મો બનાવી છે. આ તમામ ફિલ્મો યુટ્યુબની manoranja9 ચેનલ પર ઉપલબ્ધ છે.હું ઈચ્છુ છું કે આપણી ફિલ્મ ‘એક વોટ કી કીંમત સમજો વોટરબાબુ’ લોકો એકવાર જરૂર જૂએ અને પોતાના વર્તુળમાં શેર કરે.”

https://youtube.com/shorts/uHDrdRwpPFg?feature=share

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version