google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat ડેડીયાપાડા તાલુકામાં આવેલ કણજી ગામે મકાનમાં આગ

ડેડીયાપાડા તાલુકામાં આવેલ કણજી ગામે મકાનમાં આગ

0

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલ કણજી ગામે મકાનમાંભીષણ આગલાગી જતા આગમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી.ગામ સુધી ફાયર ફાઈટર ન પહોંચતા ઘર બળીને ખાખ થઈ ગયું હતું.ગામ લોકો દ્વારા પાણીના અભાવ ને કારણે ઘર ને બચાવીન શકતાં ઘર બળી જતા ભારે નુકસાન થયા નાં અહેવાલ છે.ઉનાળામાં આગજનીનાં બનાવો સામે ડેડીયાપાડામાં ફાયર સ્ટેશન ન હોવાથી લોકો પરેશાન છે.ચૂંટણી ટાણે ગ્રામજનોએ ફાયર સ્ટેશનની માંગ કરી છે.વર્ષોની માંગ છતાં કોઈ ધ્યાન આપતું નથી.હાલ એક માત્ર રાજપીપલા નગરપાલિકાઅને કેવડીયાં માં ફાયર સ્ટેશન છે.
રાજપીપલા,કેવડીયાથી પાણીની બમ્બા સમયસર પહોંચતા ન હોવાથી આગમાં ભારે નુકસાન થાય છે.ડેડીયાપાડા,સાગબારા,તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં ફાયર સ્ટેશન નથી લોકો નવા ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યાં છે.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version