google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat દિવાળી અને વેકેશનમાં ભરૂચ જીલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ પ્રવાસીઓથી ઉભરાયું

દિવાળી અને વેકેશનમાં ભરૂચ જીલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ પ્રવાસીઓથી ઉભરાયું

- ગુજરાતભર માંથી પ્રવાસીઓએ કબીરવડ ખાતે રજાની મજા માણી - પ્રવાસીઓને સામે પાર લઈ જવા માટે હોળીઘાટ સંચાલકોએ તમામ સુરક્ષાઓ સાથે પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડી - નર્મદા નદીમાં આવેલા પુર બાદ કબીરવડ હોડી ઘાટના સંચાલકોએ પ્રવાસીઓને તકલીફો ન પડે તેવી તમામ સુવિધાઓ કરી

0

ભરૂચ,
દિવાળીનું મીની વેકેશનની રજા માણવી હોય તો ભરૂચ જીલ્લાનું કોઈ પ્રવાસન સ્થળ ફરવા લાયક નથી પરંતુ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ વિકાસથી વંચિત રહ્યું છે.પરંતુ પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં હોળી ઘાટ સંચાલકોની મહેનત રંગ લાવી છે અને દિવાળીના સમયમાં ગુજરાતભર માંથી પ્રવાસીઓએ કબીરવડમાં રજાની મજા માણી રહ્યા છે અને મોટી માત્રામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
ભરૂચ જીલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના પ્રવાસન ધામો વિકાસ માટે વર્ષોથી માત્ર ખાતમુહૂર્ત થતા રહ્યા છે.પરંતુ વિકાસથી વંચિત પ્રવાસનધામો પ્રવાસીઓ માટે આજે પણ ધમધમી રહ્યા છે.ભરૂચનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કબીરવડ કબીરવડ હોડી ઘાટને લઈને વારંવાર વિવાદમાં રહ્યો હતો.પરંતુ હાલ તાજેતરમાં જીલ્લા પંચાયત દ્વારા હોડી ઘાટ હોળીઘાટ સંચાલકોને આપવામાં આવતા પ્રવાસીઓ માટે પણ સારી સુવિધા મળી રહી છે.જેના કારણે કબીરવડ ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાની મજા માણવા માટે ઉમટી રહ્યા છે.નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે બંને ઘાટ ઉપર પ્રવાસીઓને લાવવા લઈ જવા માટે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.પરંતુ હોડી ઘાટના સંચાલકોએ પ્રવાસીઓને હાલાકી ન ભોગવી પડે તેવા તમામ પ્રયાસો કર્યા હતા અને હોડી ઘાટ સંચાલકોએ પ્રવાસીઓ પાસેથી પણ કોઈપણ જાતના ભાડા વધારા વિના જ પ્રવાસીઓને સુવિધાઓ પૂરી પાડતા પ્રવાસીઓ માટે કબીરવડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દિવાળીના મીની વેકેશનને લઈ કબીરવડ ખાતે ગુજરાતભર માંથી પ્રવાસીઓ ઉંમટી રહ્યા છે.કબીરવડ ફરી એકવાર ધમધમતું થતા સ્થાનિક વેપારીઓને પણ રોજગારી મળી રહી છે.જેના કારણે દિવાળી પણ વેપારીઓ માટે રોજગારી આપતું સાધન સાબિત થઈ ગયું છે કબીરવડ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવરના કારણે નાના લારી ધારકોને પણ રોજગારીમાં રાહત જોવા મળી રહી છે અને મોટી માત્રામાં પ્રવાસીઓ પણ રજાની મજા માણવા માટે પ્રવાસન ધામ કબીરવડ ખાતે દોટ મૂકી રહ્યા છે.
કબીરવડ ખાતે ઠંડક વાતાવરણ અને લીલોતરીના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને મોટી માત્રામાં પ્રવાસીઓ રજાની મજા માણવા માટે સંપૂર્ણ એક દિવસ કબીરવડ ખાતે પહોંચી રહ્યા છે કબીરવડ ખાતે પ્રવાસીઓ પણ નર્મદા નદીમાં બોટ મારફતે મુસાફરી કરી રહ્યા છે અને વિડિયો બનાવવાનું પણ ચૂકતા નથી અને મોટી માત્રામાં લોકો કબીરવડ ખાતે રજાની મજા માણવા માટે રહ્યા છે.

પ્રવાસીઓની સુરક્ષા માટે બોટ ઉપર સુરક્ષા જેકેટ પણ રાખવામાં આવ્યા છે : કમલેશ માછી હોડીઘાટ સંચાલક

ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીર વાડ ખાતેથી સામે પાર પ્રવાસીઓને લઈ જવા માટે તમામ સુરક્ષાઓ રાખવામાં આવી છે અને હોડી એટલે બોટ ઉપર પ્રવાસીઓ માટે સુરક્ષા જેકેટ પણ રાખવામાં આવ્યા છે અને કોઈપણ દુર્ઘટના ઘટે તો તેને પહોંચી વળવા માટેની પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવ્યું હોવાનું બોટ સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું.

કબીરવડને વિકસિત કરવા માટે સરકાર પ્રયાસ કરે તે જરૂરી : પ્રવાસી

કબીરવડ યાત્રાધામ એક દિવસ માટે રજાની મજા માણવાનું સ્થળ છે રમતગમતના સાધનો તો છે.પરંતુ કબીરવડ વિકાસથી વંચિત હોય જેના કારણે સરકાર પણ કબીરવડને વિકસિત કરવાના પ્રયાસો કરે અને પ્રવાસીઓ માટે આકર્ષિત કરી શકે તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવે તો પ્રવાસીઓ માટે પણ કબીરવડ પ્રવાસન ધામ સાથે પિકનિક પોઈન્ટ પણ બની શકે તેમ છે.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version