google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉશ્કેરણીજનક ભાષણો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉશ્કેરણીજનક ભાષણો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

0

ભરૂચ,
ભારતના ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી સમય દરમ્યાન જાહેર શાંતિ અને સલામતી જાળવવા પગલા લેવા જરુરી છે.જેમાં કોઈપણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જરુરી પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.
આગામી ૭મી મે ૨૦૨૪ ના રોજ લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે જિલ્લામાં જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર સુમેરાએ એક જાહેરનામું બહાર પાડયું છે.જેમાં ભરૂચ જિલ્લાના તમામ મહેસુલી વિસ્તારમાં છટાદાર ભાષણો આપવાથી,ચાળા પાડવાથી અથવા નકલો કરવાથી,ચિત્રો,નિશાનીઓ,જાહેર ખબરો અથવા પદાર્થ, અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની, અથવા તેનો ફેલાવો કરવાની અથવા આ બાબતે સક્ષમ સત્તાધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા તેનાથી રાષ્ટ્રની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણો આપવાની અથવા ચાળા કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની,દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો પર પ્રતિબંધ રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર છે.જોકે આ જાહેરનામુ આગામી તા.૬ જૂન ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version