google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat ભરૂચ જિલ્લામાં લોકશાહીના જતન માટે વહીવટીતંત્ર ધ્વારા હાથ ધરાયેલ મતદાર જાગૃતિ અભિયાન

ભરૂચ જિલ્લામાં લોકશાહીના જતન માટે વહીવટીતંત્ર ધ્વારા હાથ ધરાયેલ મતદાર જાગૃતિ અભિયાન

- જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ, ભરૂચ ખાતે શિક્ષણ નિરીક્ષક ડો.દિવ્યેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપી પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો - શાળાના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા VOTE For Bharat, VOTE For Bharuch, VOTE For Sure ના મેગા સ્લોગન તૈયાર કરાયા

0

ભરૂચ,
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દરમ્યાન કોઈ મતદાર મતદાન વિના રહી ન જાય તેમજ યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ,ભરૂચમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શાળાના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા VOTE For Bharat, VOTE For Bharuch, VOTE For Sure ના મેગા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતાં.શાળાના કેમ્પસ ડાયરેક્ટર સુષ્મા ભટ્ટ, સીબીએસઈ સેક્શનના પ્રિન્સિપલ રેખા શેલકે, વાઈસ પ્રિન્સિપલ નેન્સી ચોક્સી ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘનાબેન ટંડેલ અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાધવા દ્વારા આ સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડો.દિવ્યેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપી પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો હતો.એઈઆઈ જીગ્નેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી વધુ મતદાન થાય તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version