ભરૂચ જિલ્લાના ગંધાર ગામે બિલીયિઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ ચૌદસની ઉજવણી કરાઈ

SHARE:

– આહિર સમાજના કેટલાક શ્રદ્ધાળુઓ પગપાળા માતાજીના દર્શને આવે છે

– રંગબેરંગી ફૂલોથી માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી

આમોદ,

ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આહીર સમાજના કુળદેવી બિલિયાઈ માતાજી અને મોગલાઇ માતાજીના મંદિરે શ્રાવણ સુદ ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન શાંતિ હવન મહા આરતી સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ  રંગબેરંગી ફુલો દ્વારા માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી લાયટિંગથી ડેકોરેશન થી માતાજીના મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી.

વર્ષો પહેલા આહિર,ભરવાડ અને રબારી સમાજના ભાઈઓ વર્ષો પહેલા તેઓના માલધોર લઈ દારીયા કિનારે ગંધાર ભાઠામાં રહેતા હતા.ત્યારે આવા સમયે તેઓના માલધોરનુ રક્ષણ બિલિયાય માતાજી તેઓના માલધોરનુ રક્ષણ કરતા અને માતાજીના ભરોસે માલધારીઓ તેઓના પશુઓને  રાખતા જંગલી જનાવરોથી તથા દરિયામાં વાહન મારફતે પશુઓને ઉઠાવી જતા ત્યારે આવા સમયમાં માલધારી સમાજના લોકો બીલીઆઈ માતાજીને ભરોસે તેઓના પશુઓને છોડતા ત્યારે માતાજી તેઓના પશુઓનું રક્ષણ કરતા અને ત્યારે તે સમયે માલધારી સમાજના લોકો દ્વારા બિલીયાઈ માતાજીનું ગંધારના ભાઠામાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું.વખોતો વખત જતા આહિર સમાજના લોકોએ ગંધારના ભાઠામાં વિસાર બિલીયાઈ માતાજી અને મુગલાઈ માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું  દર વર્ષે શ્રાવણ સુદ ચૌદસે અહીં માતાજીના મંદિરે જાગરણ પૂજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે અને તેજ પરંપરા આજે પણ આહીર સમાજના ભાઈઓએ જાળવી રાખી છે.ચાલુ વર્ષે પણ શ્રાવણ સુદ ચૌદસને શુક્રવારના રોજ ગંધાર બિલીયાઈ માતાજીના મંદિરે માતાજીના પૂજન અર્ચન મહા આરતી મહાપ્રસાદિ અને માતાજીનું જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈ બહેનો એ માતાજીના દર્શન અર્થે ગંધાર ગામે જિલ્લા ભર માથી ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં વસેલા આહીર સમાજના લોકો ચૌદસના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આવેલા બિલિયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે.આ દિવસે મંદિરે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે કેટલાક લોકો તો જિલ્લા ભર માથી માતાજીના મંદિરે પગપાળા દર્શન અર્થે પણ આવતા હોય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!