હાથમાં તિરંગા સાથે વંદે માતરમ્,ભારત માતા કી જયઘોષ સાથે ભરૂચ ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાય

SHARE:

– કોલેજના વિદ્યાર્થીઓ,આગેવાનો અને યુવા ભાજપના કાર્યકરો જોડાયા

ભરૂચ,

હાથમાં તિરંગા અને વંદે માતરમ્,ભારત માતા કી જય ના ઘોષ સાથે ભરૂચ ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાતા દેશભક્તિનો માહોલ છવાયો હતો.

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે.ત્યારે દેશની આન-બાન-શાન અને શૌર્યને બિરદાવવા માટે ભરૂચ શહેર અને જીલ્લામાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લા ભાજપ,જીલ્લા તાલુકા યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતા જીલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની આગેવાનીમાં બલૂન છોડી જે પી કોલેજથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આગેવાનો,કાર્યકરો અને કોલેજના વિદ્યાર્થીઓએ યાત્રામાં હાથમાં તિરંગા,વંદે માતરમ્,ભારત માતા કી જય ઘોષ સાથે હર્ષોઉલ્લાસથી તિરંગા યાત્રા નિકળતા વાતાવરણ દેશભક્તિનો માહોલ છવાયો હતો.જે તિરંગા યાત્રા કોલેજથી નીકળી શીતલ સર્કલ થઈ પુનઃ કોલેજ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.તિરંગા યાત્રામાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભાજપ જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,મહામંત્રી નિરલ પટેલ,યુવા મોરચાના જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ,તાલુકા પ્રમુખ કૌશિક પટેલ સહિત ભાજપના આગેવાનો અને યુવા કાર્યકરો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!