– ૫.૧૦ હજારની રોકડ,૧૦ મોબાઈલ અને ૬ વાહનો મળી ૨૮ લાખનો મુદ્દામાલ સાથે ૯ આરોપીઓની અટકાયત
ભરૂચ,
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની નંદીની એગ્રો શેડ નેટ કંપનીના બિલ્ડીંગના ઉપરના માળે ચાલતું જુગારધામ પોલીસે ઝડપી પાડી ૯ જુગારીયાઓને ૨૮.૧૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે પાનોલી જીઆઈડીસીની નંદીની એગ્રો શેડ નેટ કંપનીની બિલ્ડીંગના ઉપરના માળે રૂમમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચાલી રહ્યો છે.જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા ૫.૧૮ લાખ રોકડ,૧૦ મોબાઈલ ફોન તેમજ ૩ ફોર વ્હીલર અને ૩ બાઈક મળી કુલ ૨૮.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વિઝન સ્કૂલ પાસે શ્રી બંગલોઝમાં રહેતો જુગારી મેહુલ શંકરભાઈ પટેલ,દક્ષેશ અમૃત પ્રજાપતિ, જયદીપસિંહ દિલીપસિંહ યાદવ,યોગેશ સીતારામ લીંબાલકર,ભદ્રેશ અનિલ પટેલ,અંકુર શાંતિ પટેલ અને વિજય રણજિત પરમાર,ખીરાસિંધુ ઉર્ફે અજય દુહકુ પટેલ તેમજ સુરસંગ ઉર્ફે બાબુ જાયમલ પટેલને પોલીસે ઝડપી પાડી તેઓ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.




