ઝઘડિયા તાલુકાના એક ગામમાં ગામનાજ હવસખોર યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

SHARE:

– સગીરાને તેના વાલીપણા માંથી ભગાડી પોતાના ધરની અડારીમાં તેની પર દુષ્કર્મ આચાર્યુ
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના એક ગામમાં રહેતા પરિવારની ૧૪ વર્ષીય સગીરા સાથે તેના જ ગામના રાહુલ નામના યુવકે સગીરાને તેના વાલીપણા માંથી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
બનાવની વિગત એવી છે કે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીકના એક ગામમાં રહેતી સગીરાના ગામનો રાહુલ નામનો યુવક ગત રોજ સગીરાના મકાનની પાછળ આવેલ બાથરૂમ માંથી નીકળ્યો હતો અને ગેરકાયદેસર રીતે સગીરાના મકાનની પાછળ અંધારામાં ઊભો રહી તેણીનો હાથ પકડી બળજબરીથી ખેંચીને લઈ ગયો હતો.સગીરાને તેના વાલીપણા માંથી અપરણ કરી રાહુલ તેના ઘરની અડારીમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મમાં આચર્યું હતું.ત્યાર સગીરાનું માથું પકડી તેણીને દીવાલ સાથે અથાડી નીચે જમીન પર પાડી દઈ એક થી વધુ વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું.આ બાબતની જાણ સગીરાને માતાને થતા તેને રાહુલ સાથે ઝપાઝપી કરી હતી.આ દરમ્યાન રાહુલને ઈંટનો ટુકડો લઈ સગીરાની માતાને માર્યો હતો.ત્યાર બાદ રાહુલ ત્યાંથી ભાગી ગયો હતો ઘટના સંદર્ભે સગીરાની રાહુલ વસાવા વિરુદ્ધ નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!