ભરૂચ,
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ધર્મનગર સોસાયટીથી મેઈન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે ૪૮ લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ધર્મનગર સોસાયટીથી મેઈન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે ૪૮ લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવતા સોસાયટીના લોકો, પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ નવા સીસી રોડના નિર્માણથી સ્થાનિક લોકોને અવરજવરમાં ઘણી સગવડતા થશે.આ રોડથી ધર્મનગર સોસાયટીના રહીશો અને પ્રાર્થના વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થનાર છે.
ભોલાવના ધર્મનગર કોમન પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ભાજપના મહામંત્રી નિરલ પટેલ,ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર સહિત અન્ય સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.




