ભરૂચ જીલ્લાકક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

SHARE:

– કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરાયું

ભરૂચ,

ભારતમાં ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી  થનાર છે.ભરૂચ જીલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટલેની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે.આ અંગેનો કાર્યક્રમ શુક્રવારના રોજ સવારના ૯ કલાકે સીતારામ સેવા ટ્રસ્ટ આઈ.ટી.આઈ.ની સામે તા. વાલીયા જી.ભરૂચ ખાતે યોજવામાં આવશે.ત્યારે આ પ્રસંગે જીલ્લામાં કોઈપણ ક્ષેત્રમાં નોધપાત્ર સિધ્ધી મેળનાર જીલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે.ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપશે.આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે.બુધવારના રોજ જીલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં માર્ગદર્શન હેઠળ આ અંગે યોજાનાર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું.સવારે યોજાયેલ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!