ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટ ખાતે ૭૯ માં સ્વાતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

SHARE:

– ઝઘડિયા કોર્ટના નવનિયુક્ત સિનિયર સિવિલ જજ તથા ચીફ.જ્યુ.મેજિસ્ટ્રેટ એકતાબેન ક્ષત્રિયના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટ ખાતે ૭૯ માં સ્વાતંત્ર દિવસ અંગેનો ધ્વજવંદનનો કાર્યક્રમ ઝઘડિયા કોર્ટના નવનિયુક્ત સિનિયર સિવિલ જજ તથા ચીફ.જ્યુ.મેજિસ્ટ્રેટ એકતાબેન ક્ષત્રિય તથા એડિશનલ સિવિલ જજ અને જ્યુ.ફ.ક. મેજિસ્ટ્રેટ જે.એસ.રાઠોડના સાનિધ્યમાં રાખવામાં આવેલ જેમાં ઝઘડિયા કોર્ટના વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, માજી પ્રમુખ દિલીપસિંહ નકુમ સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ,સિનિયર વકીલ અનિલ પંડ્યા,ગીતા શાહ,રણજીત બારીયા,અરૂણ ચૌહાણ, મુકેશ વસાવા,સજ્જાદ શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બનાવતા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો, સ્કૂલના બાળકો  તેમજ ઝઘડિયા કોર્ટ ખાતે ફરજ બજાવતા તમામ સ્ટાફના કર્મચારીઓ હાજર રહી આજના આ ધ્વજવંદનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.અંતમાં સિનિયર સિવિલ જજ તથા ચીફ.જ્યુ.મેજિસ્ટ્રેટ એકતાબેન ક્ષત્રિય તમામને સ્વાતંત્ર દિનની શુભકામના પાઠવી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!