– નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલકી ના નાંદથી મંદીરનું વાતાવરણ કુષ્ણમય બન્યુ
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે.શ્રાવણ વદ આઠમ તિથિ પર મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ થયો હતો.ત્યારે આ દિવસે દેશભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.ભરૂચ જિલ્લા સહીત ઝઘડીયા તાલુકામાં કુષ્ણ જન્માષ્ટમીના પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદી કિનારે આવેલા પૌરાણીક મંદીર એવા રામજી મંદીર -રણછોડજી મંદીર – વિઠ્ઠુલજીના મંદીરે પ્રતિવર્ષની પરંપરા મુજબ કુષ્ણજન્મો ઉત્સવની હર્ષૌઉલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી હતી ભાલોદ ગામે જન્માષ્ટમી ના પાવન અવસરે મંદીરને ભવ્ય ફુલમાળા તેમજ લાઈટીંગથી મંદીરને શરણગાર કરવામાં આવ્યો હતો.મંદીર ખાતે રાત્રે ૯ કલાકે ભગવાન બાલ કિષ્ણાનો શણગાર સાથે મંદીર માં કુષ્ણના ભજન કિર્તન સાથે મઘ્યરાત્રીના બાર કલાકે મહાઆરતી સાથે ભગવાના કિષ્ણા ના જન્મના વઘામણા કર્યા હતા.સાથે પંજરી, મિસરી, માખણના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપના ભક્તોએ ઘરો તથા મંદિરોમાં બાળ ગોપાલને કાનુડાને હિંચકે ઝૂલાવીને ભક્તોએ ઘન્યતા અનુભવી હતી મોડી રાત્ર સુઘી મંદીરમાં ભક્તોની ભીડ જામી હતી.હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કીના નાંદ થી મંદીરો ગુજી ઉઠ્યા હતા.




