દહેજની બેઈલ કંપની ખાતે ૧૪ પોલીસ સ્ટેશનના ૩૭ ગુનાનો ૬.૧૧ કરોડનો NDPS નો મુદ્દામાલ નાશ કરાયો

SHARE:

ભરૂચ,

ભરૂચ જીલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની હાજરીમાં NDPS એક્ટ હેઠળ ૬.૧૧ કરોડનો જપ્ત કરાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે.

ભરૂચ જીલ્લાના ૧૪ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ૩૭ કેસો માંથી જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ૬,૧૧,૯૮,૭૫૭ થયા છે.આ તમામ મુદ્દામાલનો દહેજ સ્થિત બેઈલ કંપનીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો છે.

કેસોનું વિભાજન જોઈએ તો ભરૂચ શહેર ‘બી’ ડિવિઝનમાં ૩ કેસ અને ‘સી’ ડિવિઝનમાં ૭ કેસ નોંધાયા છે.ભરૂચ તાલુકામાં ૪, પાલેજમાં ૩, નબીપુરમાં ૩ અને દહેજમાં ૨ કેસ નોંધાયા છે. અંકલેશ્વર ‘સી’ ડિવિઝનમાં ૨, ‘બી’ ડિવિઝનમાં ૧ અને રૂરલમાં ૩ કેસ નોંધાયા છે.પાનોલીમાં ૧, નેત્રંગમાં ૨, વાગરામાં ૨, વાલીયામાં ૨ અને જંબુસરમાં ૨ કેસ નોંધાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!