નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો : ઉપરવાસ માંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક

SHARE:

– સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર : 24 કલાકમાં 1 મીટરનો વધારો : નર્મદા ડેમ 89 ટકા ભરાયો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

મધ્યપ્રદેશના ઉપરવાસમાથી પાણીની આવક નર્મદા ડેમમાં થઈ રહી છે.જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસ માંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર કરી જતા હાલ નર્મદા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોઈ ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 3.33 મીટર બાકી

 છે.હાલ 24 કલાક માં 1 મીટરનો વધારો નોંધાયો છે.નર્મદા નદી માં 48,635 ક્યુસેક પાણીની જાવક  છે.ડેમ ના RBPH – CHPH ના પાવર હાઉસ ચાલુ કરાતા વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે.હાલ નર્મદા ડેમ 89 ટકા ભરાયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!