ઝઘડિયા જીઆઈડીસીમાં રાહદારીના મોબાઈલની લુંટ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા

SHARE:

– જીઆઈડીસીમાં નોકરીએથી છુટીને ઘરે જતા રાહદારી સહિત બે લોકોના મોબાઈલ બાઈક સવાર ઈસમો દ્વારા લુંટી લેવાયા હતા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં નોકરીએથી પરત ઘરે જતા કામદાર સહિત બે ઈસમોના મોબાઈલની લુંટ કરનાર આરોપીઓને ઝડપી લીધા હતા.

વિગતો મુજબ ગતા તા.૨૪ મીના રાતના ૮ વાગ્યાના અરસામાં ઝઘડિયા જીઆઈડીસીની અનુપમ રસાયણ કંપનીમાં નોકરી કરતો અને હાલ દધેડા ગામે રહેતો મુળ ઉત્તરપ્રદેશનો મનોજકુમાર વિશ્વકર્મા નામનો યુવક નોકરીએથી છુટીને ચાલતો ચાલતો ઘરે જઇ રહ્યો હતો.તે દરમ્યાન દધેડા સ્મશાન ચોકડી નજીક જતા ત્યાં બાઈક પર આવેલ ચાર ઈસમોએ તેને રોકીને ગળા ઉપર પંચ મુકીને બળજબરીથી મારી નાંખવાની ધમકી આપીને તેનો મોબાઈલ ઝુંટવી લીધો હતો અને ત્યાર બાદ તે લોકો મોટરસાયકલ પર બેસીને જતા રહ્યા હતા.ઉપરાંત ત્યાર બાદ તા.૨૪ મીના રોજ રાતના સાડા આઠના અરસામાં દધેડા ગામના અન્ય ઈસમ રાશેદ રસીદ ખાનનો મોબાઈલ પણ મોટરસાયકલ પર આવેલ ઈસમોએ લુંટી લીધો હતો.મોબાઈલ લુંટની આ ઘટના સંદર્ભે મનોજકુમાર વિશ્વકર્માએ ગતરોજ તા.૨૯ મીના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.આ ઘટનાની ગંભીરતા જોતા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક પીએસઆઈ પી.કે.રાઠોડે પોલીસ સ્ટાફ હસમુખભાઈ સહિત ટીમ સાથે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અલગઅલગ સ્થળોના સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરીને ઉપરોક્ત મોબાઈલ લુંટની ઘટનાના આરોપીઓ (૧) રાહુલકુમાર સુખદેવભાઈ વસાવા  રહે.પડાલ તા.ઝઘડિયા (૨) વિકાસકુમાર મહેશભાઈ વસાવા રહે.કુમરપરા તા.ઝઘડિયા હાલ રહે.કરાડ તા.ઝઘડિયા (૩) આશિષકુમાર અમીતભાઈ વસાવા રહે.ધોળાકુવા તા.ઝઘડિયા  હાલ રહે.વંઠેવાડ તા-ઝઘડીયા તેમજ (૪) જેક્ષનકુમાર કંચનભાઈ સોલંકી રહે.તલોદરા હાલ રહે.કરાડ તા.ઝઘડિયાનાને બે નંગ મોબાઈ લ તેમજ બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા  ૧૫૨,૪૯૯ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!