નેત્રંગ પંથકમાં ૮ કલાકમાં ૨.૫ ઈંચ વરસાદ : કોલેજના રસ્તા પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અને સ્ટાફનું ટેકટ્રરની મદદથી રેસ્ક્યુ કરાયુ

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પંથકમાં સપ્ટેમ્બર માસમાં મેધરાજાએ બે દિવસનો વિરામ લીધા બાદ હવામાન ખાતાની આગાહીને લઈને નેત્રંગ નગર સહિત પંથક ભરમાં મેધરાજાએ તા.૩ ના રોજ સાંજના દેખાદીધા બાદ રાત્રિએ ફરી ધામા નાંખી ધમાકેદાર એન્ટી શરૂ કરી દીધી હતી.જ્યારે આજે તા.૪ ના રોજ સવારના આઠ કલાકથી લઈને સાંજના ચાર કલાક સુધીમાં ૬૦ એમએમ (૨.૫ ઈંચ) વરસાદ વરસતા પંથક ભરમાં જળબંબાકાળની સ્થિતિ ઉભી થઈ હતી.નેત્રંગ નગરમાં નેત્રંગ-વાલીયા રોડ પર આવેલ સરકારી કોલેજ વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે નાળાની સુવિધા વર્ષોથી નહિ હોવાના કારણે કોલેજ છુટવાના સમયે ૧૨ થી ૨ ના સમયગાળા દરમ્યાન ૪૬ એમએમ (પોણા બે ઈંચ) વરસાદ વરસતા કોલેજ રોડ ઉપર પાણીનો ધસમસતા પ્રવાહ પસાર થતા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફ ફસાતા તેવોને રેસ્ક્યુ કરવા માટે નેત્રંગ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રીંકલબેન વસાવા અને સ્ટાફ, તાલુકા પંચાયતના ઈન્ચાર્જ ટીડીઓ પવાર,તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સ્ટાફ,પોલીસ સ્ટાફ અને નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ હરેન્દસિહ દેશમુખ તલાટી ભીમસીંગ વસાવા સહિતના લોકો મદદે દોડી ગયા હતા અને નેત્રંગ ગ્રામ પંચાયતના ટ્રેકટરોમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને હેમખેમ લાવવામાં આવ્યો હતો.મેધરાજા ધમાકેદાર શરૂઆતને લઈને અવરાવતી નદી સહિત નેત્રંગ પંથકની નદીઓમાં ધોડાપુરની સિથ્તિ જોવા મળી રહી છે.મેઘરાજા સતત વરસી રહ્યા છે ત્યારે નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકશાની બાબતના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.પરંતુ નાની સિંચાઈ હેઠળ આવેલ ધોલી, પિંગુટ, બલદેવા ડેમમાં પાણીની ભરપુર આવક ચાલુ રહેતા ત્રણે ડેમો ઓવરફોલ થયા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!