best news portal development company in india

ગુજરાત પેટર્નની મિટિંગને લઈને ફોન પર સાંસદ મનસુખ વસાવાએ નર્મદા કલેકટર એસ કે મોદીને ખખડાવ્યા!!!

SHARE:

– સાંસદ મનસુખ વસાવાએ વાંધો ઉઠાવી આજની મિટિંગને ગેરકાયદેસર હોવાનું જણાવ્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લા કલેકટર એસ કે મોદી ને સાંસદ મનસુખ વસાવા દ્વારા ફોન પર તતડાવતો વિડિઓ સોસીયલ મીડિયામા વાયરલ થઈ જતા ચકચાર મચી જવા પામી છે.આજે ફોન પર સાંસદ મનસુખ વસાવા ને કલેકટર મોદી ને ખખડાવી નાખ્યાં હતા અને કહ્યું હતું કે તમે કોને પૂછી ને મિટિંગ ગોઠવી?

સાંસદને જાણ કર્યા વિના જિલ્લા કલેકટરે ગુજરાત પેટર્ન ની મિટિંગ બોલાવી હતી તે બાબતે પાંચ મિનિટ સુધી રકઝક થઈ હતી.તેની સામે સાંસદ મનસુખ વસાવા એ વાંધો ઉઠાવી આજની મિટિંગને ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું.

ધારાસભ્યના દબાણમાં આવી કલકેટરે મિટિંગ બોલાવી દીધી હોવાનો આક્ષેપ સાંસદે કર્યો હતો.મારો તમારા પર સીધો આક્ષેપ છે કે પ્રભારી મંત્રીને તમે ગેરમાર્ગે દોર્યા છે.હું મુખ્યમંત્રીને લખું છું.

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ આગાઉના કામો કાઢી નાખ્યા છે તેનો સમાવેશ કરવા મંગળવાર સુધી કલેકટરને અલ્ટીમેટમ આપ્યું હતું.તેની સામે સાંસદ મનસુખ વસાવાએ કલેકટર સામે રોષે ભરાઈને કહ્યું કે પ્રભારી મંત્રીની હાજરીમાં નક્કી થયેલા કોઈ કામોમાં ફેરફાય થાય નહીં.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!