વાગરા પોલીસે દેશી દારૂના સપ્લાયરને મોપેડ સાથે ઝડપી પાડ્યો

SHARE:

– નવા કાસ્યાના બુટલેગરને 50,000 ના મુદ્દામાલ સાથે અટકાયત

વાગરા,

વાગરા પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરતા બુટલેગરો સામેની ઝુંબેશને વધુ તેજ કરી છે.જેના ભાગરૂપે વાગરા-સારણ ગામ તરફના માર્ગ પરથી બાતમીના આધારે એક સફળ રેડ પાડીને દારૂના જથ્થા સાથે એક સપ્લાયરને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશી દારૂનો મોટો જથ્થો લઈને આ માર્ગ પરથી પસાર થવાનો છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગોઠવેલા સફળ છટકામાં નવા કાસ્યા ગામના બુટલેગર ધર્મેશ રમણ વસાવાને દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 10,000 રૂપિયાની કિંમતનો 50 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.સાથે જ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી GJ 16 DL 5046 નંબરની મોપેડ પણ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે.દારૂ અને મોપેડ સહિત પોલીસે આ રેડમાં કુલ 50,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપી ધર્મેશ રમણ વસાવા વિરુદ્ધ વાગરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.પોલીસે હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!