ભરૂચ,
અંકલેશ્વર GIDCમાં આવેલી એલિવ્સ લાઈફસાયન્સ (Alivus Lifescience) કંપની મંગળવારની સાંજે પાવડર ચાર્જિંગ દરમ્યાન રિએક્ટરમાં ફ્લેશ ફાયરની ઘટનાથી હચમચી ઉઠી હતી.આ ઘટનામાં ૫ એમ્પ્લોયર અને ૩ કામદારો મળી કુલ ૮ કામદારો દાઝી જતા તેઓને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઔદ્યોગિક એકમોમાં સલામતી માટે થતી મોકડ્રિલ અને સલામતી માટે મોટી મોટી વાતો માત્ર કાગળ પર હોવાના વધુ એક ઘેરા આક્ષેપ વચ્ચે અંકલેશ્વર GIDCમાં આવેલી એલિવ્સ લાઈફસાયન્સ (Alivus Lifescience) કંપની મંગળવારની સાંજે ફ્લેશ ફાયરની ઘટના બનતા ૮ કામદારો ક્રિષ્ણા પાદરીયા, રાઘવેન્દ્રસિંગ,જયપ્રકાશ મૌર્ય, ભગવાન પટેલ,નિલેશ પાટીલ,ક્રિષ્ણા યાદવ,શ્યામલાલ અને વિકાસકુમાર દાઝી જતા સારવાર અર્થે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કંપનીમાં બનેલ ગંભીર દુર્ઘટના છતાં કંપનીએ તંત્રને કે ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી અને હેલ્થ વિભાગ (DISH) તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓને બેધ્યાન કર્યા હતા.

કંપનીઓમાં સર્જાતા અકસ્માતમાં ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી અને હેલ્થ વિભાગ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ.આ ઘટના માત્ર અકસ્માત નહીં,પરંતુ કંપનીની બેદરકારી અને કાયદાના ઉલ્લંઘનનો મામલો છે.સવાલ એ છે કે શું આ કંપની નિયમિતપણે સુરક્ષા માપદંડોનું પાલન કરતી હતી? શું અધિકારીઓ માત્ર તપાસના નાટક કરીને કંપનીને છાવરી લેશે? ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જવાબદાર મેનેજમેન્ટ અને નિયમોનું પાલન ન કરાવનાર સરકારી અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ.જેથી આવનાર સમયમાં નિર્દોષ કામદારો ઈજા ન પામે અને મોતને ભેટે નહીં.




