(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગરમાં આવેલ એક ફાર્મ પર માલિકની ગ્રેરહાજરીમાં ત્રણ મિત્રોએ ખાણી પીણીની પાર્ટી કરીને છાકટા થયેલ બે મિત્રોએ પાડેલા કૂતરાને ઢોરમાર મારી આંખ ફોડી નાંખી અશક્ત કરી નાખતા ફાર્મ માલિકે ત્રણ વિરૂધ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
નેત્રંગ નગરમાં અમરાવતી નદીના સામે કિનારે આવેલ ભાટાકંપની વિસ્તારમાં આવેલ જલારામ બંગલોઝ સોસાયટીની સામે પટેલ ફાર્મ આવેલ છે.આ ફાર્મના માલિક રમેશભાઈ ગંગદાસ આણદાણી અને અનિલભાઈ રામજીભાઈ ગજેરા રહે.રાજકોટની સંયુક્ત માલિકીની ખેતીની જમીન હોય,જેનો વહીવટ કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સંઘાણી ઉ.વ.૬૫ કરે છે.ખેતી ખેત મંજુરોથી કરાવે છે.ફાર્મ ખાતે રોજમદાર તરીકે કામ રાકેશ પુનીયાભાઈ વસાવા રહે.ભાટાકંપની નેત્રંગ નાઓ કરે છે.કાંતિભાઈએ ફાર્મ ખાતે જર્મન રાફર્ડ નામે ટાઈગર નામનો કુતરો પાડેલ છે.
કાંતિભાઈ છેલ્લા કેટલાક વખતથી સુરતથી અપડાઉન કરતા હોવાના કારણે રાહુલ પુનીયા વસાવા આ કુતરાની તેમજ ખેતીમાં દેખરેખ રાખે છે.તા ૨ ના રોજ કાંતિભાઈ સુરત ખાતે હોય જેને લઈને રાહુલને ફોન કરી પુછતા કુતરાને ખાવનું આપેલ છે કે કેમ પુછતા તેણે જણાવેલ કે કુતરો કાઈ ખાતો નથી, મારા મિત્રએ બે ત્રણ લાકડી મારી છે, માટે બીજા દિવસે તા ૩ ના રોજ કુતરા બાબતે પુછતા રાહુલે જણાવેલ કે કુતરો કાઈ ખાત નથી કે પાણી પીતો નથી કે ઉઠતો નથી, તેમ જણાવતા કાંતિભાઈ તા.૩ ના રોજ સાંજના ચાર,પાંચ વાગે નેત્રંગ ખાતે આવી ને ફાર્મ પર કુતરાને જોતા બે બેભાન અવસ્થા માં હોય,નાક માંથી લોહી નિકળતુ હતુ.જેને લઈ ને કાંતિભાઈને શંકા જતા સીસીટીવી ફુટેજ ચેક કરતા તેવોની ગેરહાજરી હોવાના કારણે રાહુલ વસાવાના બે મિત્રો અમીત વસાવા અને જીગનેશ વસાવા બંન્ને રહે જુના નેત્રંગ ફાર્મ પર આવીને રાહુલ સાથે ખાણીપીણીની પાટીં કરી હતી.પાર્ટી બાદ છાકટા બનેલા અમીત વસાવાએ લાકડીના સપાટા મારી ઢોરમાર મારેલ અને જીગનેશ વસાવાએ પાવડા થી કૂતરાને આગળના ડાબા પગ ઉપર તેમજ કપાળ ઉપર પાવડો મારી ગંભીર ઇજાઓ પોહચાડી તેમજ ડાબી આંખ ફોડી નાંખી કૂતરાને અશક્ત કરી બેભાન કરી નાખેલ જે હકીકત બહાર આવતા કાંતિભાઈ સંઘાણીએ નેત્રંગ પોલીસ ને ફરિયાદ કરતા નેત્રંગ પોલીસે (૧) રાહુલ પુનીયા વસાવા રહે.ભાટા કંપની ફળીયુ નેત્રંગ (૨) અમીત વસાવા (૩) જીગનેશ વસાવા બંન્ને રહે.જુના નેત્રંગ વિરૂધ્ધ પશુઓ પ્રત્યે કુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.







