best news portal development company in india

ભરૂચ પોલીસે સાયબર ક્રાઈમના હોટસ્પોટ ઝારખંડના જામતારાથી ભેજાબાજ આરોપીની કરી ધરપકડ

SHARE:

– ભરૂચના પોલીસકર્મીના નામે બારોબાર લોન લઈ રૂપિયા 5.30 લાખની કરી હતી ઠગાઈ

– પોલીસ તપાસમાં 2 હજારથી વધુ લોકોને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું

ભરૂચ,

ભરૂચ સાયબર પોલીસે બેંક એકાઉન્ટમાં KYC અપડેટ કરવાના નામે ઓન લાઈન એપ્લિકેશન મોકલી પોલીસકર્મીના નામે બેંક માંથી લોન ઉપાડી લેવાના સાયબર ક્રાઈમનો ભેદ ઉકેલી ભરૂચ પોલીસે ઝારખંડના જામતારાથી આરોપીની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં આરોપીએ બે હજારથી વધુ લોકો ભોગ બન્યાનું બહાર આવ્યું છે.

ભરૂચના પોલીસકર્મી યોગેશ ઠાકોરને અજાણ્યા મોબાઈલ નંબર +૯૧ ૮૯૧૮૯૩૯૧૧૪ તથા  વોટસએપ એકાઉન્ટ નંબર +૯૧ ૬૩૦૭૫૮૫૪૫૯  પરથી એક્ષીસ બેંકના કર્મચારીની ઓળખ આપેલ રાહુલજી નામની અજાણી વ્યક્તિએ તેઓના એક્ષીસ બેંકના બેંક એકાઉન્ટની KYC ડિટેલ અપડેટ કરવાના બહાને Axis_bank pan Car updare.apk નામની એપ્લિકેશનની લિક નાંખી  આધારકાર્ડ, પાનકાર્ડ તથા ડેબિટકાર્ડની ડિટેલ મેળવી લીધી હતી.જે માહિતીના આધારે તેઓની જાણ બહાર ફરીયાદીની અગાઉથી ચાલતી પર્સનલ લોન ઉપર વધારાની ટોપઅપ લોન લઈ તે લોનના જમા થયેલ રકમ રૂ.7,78,209 પૈકી રૂ.5,48,999 રૂપીયાની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી.જેની સાયબર ક્રાઈમ દ્વારા ટેકનીકલ માહિતી મેળવી ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે 2200થી વધુ કોલ ડિટેઈલ તપાસી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને  મુખ્ય આરોપી રાજેશ મંડલને ઝારખંડના જામતાડા ખાતેથી ઝડપી પાડી ભરૂચ ખાતે લાવી 13 મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં વિવિધ રાજ્યોના 2 હજારથી વધુ લોકોને તેને  નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.આરોપી જામતારામાં જંગલ વિસ્તારમાં બેસી ચોરીના ફોન અને સીમકાર્ડ દ્વારા લોકોને કોલ કરતો હતો.પોલીસે 15 જેટલા મોબાઈલ અને અલગ અલગ કંપનીના સીમકાર્ડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવા સાથે પબ્લીકને જાગૃત થવા જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા અપીલ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!