best news portal development company in india

કોંગ્રેસના વોટ ચોર,ગાદી છોડ સહી ઝુંબેશની ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે પુર્ણાહુતી

SHARE:

ભરૂચ,

ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને ઉઘાડી પાડવામાં આવી છે.ચૂંટણી પંચની અનેક ગેરરીતિઓ લોકો વચ્ચે ઉજાગર કરવા અને વોટ ચોરીને અટકાવવાના ઉદ્દેશ્યથી કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ હાથ ધરાયું હતું.જેના ભાગરૂપે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાના વોર્ડ વિસ્તારમાં આ અભિયાન શરૂ થયા બાદ આજરોજ રેલ્વે સ્ટેશન ખાતે પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું.

લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને ઉઘાડી પાડવામાં આવી છે.ચૂંટણી પંચની અનેક ગેરરીતિઓ લોકો વચ્ચે ઉજાગર કરવા અને વોટ ચોરીને અટકાવવાના ઉદ્દેશ્યથી એઆઈસીસીની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા તારીખ ૩જી ઓક્ટોબર થી રાજ્યવ્યાપી વોટ ચોર ગદ્દી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાનનો પ્રારંભકરવામાં આવ્યો કર્યો.. ‘વોટ ચોર- ગદ્દી છોડ અભિયાન’. ૩ ઓક્ટોબર થી ભરૂચ શહેર જિલ્લા મા પણ આ અભિયાન ને શરૂ કરવામાં આવેલ.ભરૂચ શહેરમાં સાઈકલ દ્વારા બેનર લગાવી ૦૩ થી ૧૦ તારીખ સુધી પ્રચાર કરવામાં આવ્યો. ભરૂચ શહેર ના દરેક વોર્ડમાં તથા મુખ્ય વિસ્તારો જેવા કે શક્તિનાથ, તુલસીધામ, સોનેરીમહેલ, દુબઈ ટેકરીમાં કરવામાં આવ્યા. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચૂંટણીમાં થતી ગેરરીતિઓ, મતદાર યાદીમાં ખોટા નામો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઉજાગર કરવાનો છે અને સાથે સાથે ભરુચ શહેરના તમામ વોર્ડમાં જયા જયા કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યાં પ્રજાનો ખૂબ સારો પ્રતિસાદ મળયો.

દેશભરમાં ચૂંટણી પ્રણાલી અંગે શંકાઓ વધતી જતી હતી.મતદાર યાદીમાં મોટી ગેરરીતિઓ છે અને એનો લાભ ભાજપ લઈ રહ્યું છે. ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી છે અને આજે ભાજપની કઠપૂતળી બની ગયું છે.આખા દેશમાં વોટ ચોરી થઈ રહી છે અને આ વોટ ચોરીના કારણે જ ચૂંટણી જીતવામાં આવે છે. યુવાઓ રોજગારીને લઈને, લોકોને મોંઘવારીને લઈને પરેશાન છે પરંતુ સરકાર બિન્દાસ છે.કારણ કે એમણે ખબર છે ભલે લોકો ગમે તેટલા નારાજ હોય પરંતુ ચૂંટણી આવશે એટલે વોટ ચોરી કરી અને ચૂંટણી પંચને સાથે રાખી ચૂંટણી જીતી જઈશું. સરકાર બેઠેલા લોકો વોટ ચોરી સાથે સીધા સંડોવાયેલા છે.વોટ ચોરીના રેકેટને ખુલ્લું પાડવા માટે આ વોટ યોર ગાદી છોડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકશાહી બચાવવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને ભરૂચ શહેર પ્રમુખ સલીમ ભાઈ અમદાવાદી ના નેતૃત્વ માં 3જી ઓક્ટોબરે વોર્ડ ૧ માં સંતોષી વસાહત થી આ અભિયાન ની શરૂઆત કરવા માં આવી. દરેકે દરેક વોર્ડ માં ભરૂચ શહેર કોંગ્રેસ સંગઠન અને કોંગ્રેસ કાર્યકરો ના સાથ થી વોટ ચોર ગદ્દી છોડ ની સાથો સાથ લોકશાહી બચાવવા, જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની લડાઈમાં ગુજરાતના નાગરિકોને જોડાવવા માટે તેમજ વોટ ચોરી અટકાવવા 08047358455 નંબર પર મિસ્ડકોલ કરી વોટ રક્ષક બનવા માટે લોકોને અપીલ કરી અને ભરુચ શહેર ની જાગરૂક જનતા એ સંપૂર્ણ સહયોગ આપી આ કાર્યક્રમો ને સફળ બનાવ્યો હતો.દરેક વોર્ડ માં જ્યાં જ્યાં વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ કરવા માં આવ્યો ત્યાં ત્યાં જાગરૂત નાગરિકો એ ભાજપ સરકાર અને સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સત્તાધીશો ને જનતા ની કોઈ દરકાર નથી, પારાવાર ભ્રષ્ટાચાર કરે છે, રોડ રસ્તા ખાડા વાળા અને બિસ્માર છે.પાયા ની સુવિધાઓ પૂરી પાડવા માં નિષ્ફળ નીવડેલા સત્તાધીશો માત્ર ને માત્ર ચૂંટણી પંચ ના સહયોગ અને સાથથી જ ચૂંટાય છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર બૂથ દીઠ ૧૦૦ ૧૦૦ સહીનો કાર્યક્રમ કરવામાં આવેલ છે.તે પણ પૂર્ણ કરેલ છે. આ અભિયાન ના કારણે લોકતંત્ર ની હત્યા થતી રોકવા માં આવે.

વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ કાર્યક્રમમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો, નગરસેવકો, વોર્ડના પ્રમુખો તેમજ કાર્યકરો દ્વારા સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!