– ઉપરવાસ માંથી સરોવરમાં 79 હજાર કયુસેક પાણીની આવક : નર્મદા ડેમની સપાટી 138.68 મીટર
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા ડેમ ફરીથી 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાઈ જતાં ફરીથી દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ 3 દરવાજાઓ 0.62 મીટરની સપાટીથી ખુલ્લા રાખવામાં આવ્યાં છે.
નર્મદા ડેમની સપાટીમાં 6 દિવસથી એક સેમીનો ઘટાડો થયો હતો પણ ફરીથી પાણીની આવકમાં વધારો થવાથી ડેમની સપાટીમાં વધારો થયો છે.ઉપરવાસ માંથી પાણીની આવક થઈ રહી સતત આવક હોવાથી હવે ડેમના 3 દરવાજાઓ 0.62 મીટરની સપાટીથી ખોલવામાં આવ્યાં છે.આરબીપીએચ અને દરવાજાઓ મળી નદીમાં 57 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલમાં છોડવામાં આવતાં પાણીની માત્રા 20 હજાર કયુસેક કરવામાં આવી છે.2017માં નર્મદા ડેમ ખાતે 30 દરવાજાઓ લગાવવામાં આવ્યાં હતાં.
શરૂઆતથી સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણીની આવક શરૂ થઈ હતી.જેથી દરવાજાઓ ખોલી નદીમાં પાણી છોડી દેવામાં આવ્યું હતું.ઉ૫૨વાસ માંથી પાણીની આવક 79 હજાર કયુસેક નોંધાઈ હતી.આરબીપીએચ અને સીએચપીએચના ટર્બાઈન ચાલુ હોવાથી વીજળીંનું વિક્રમજનક ઉત્પાદન થઈ રહ્યું છે.ડેમની સપાટી 138.68 મીટર નોંધાઈ છે.




