– દધેડા ગામે મોબાઈલ સીમકાર્ડનું વેચાણ કરી તેનું રજીસ્ટર નહિ રાખનાર બે મોબાઈલ શોપના સંચાલકો વિરુધ્ધ ગુના દાખલ થયા
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા, પાનોલી,અંકલેશ્વર અને દહેજ જેવા વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં વિવિધ ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે.આવી ઔદ્યોગિક કંપનીઓમાં ઘણા કામદારો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હોય છે.કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોને નોકરી પર મુકવામાં આવતા હોય છે.જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ કંપનીઓમાં કામદારોને નોકરી પર મુકતા લેબર કોન્ટ્રાક્ટરોએ તેમના કામદારોનું સ્થાનિક પોલીસ મથકમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે,આમ નહિ કરાવનાર કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના નોંધાતા હોય છે.ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક પીએસઆઈ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પોલીસની ટીમે કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર પાંચ કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કર્યા હતા,જે મુજબ ઝઘડિયા જીઆઇડીસીની મેટ્રોપોલીટન કંપનીમાં કામદારો કામ પર મુકનાર લેબર કોન્ટ્રાક્ટર સંચાલકો (૧) જયકુમાર નગીનભાઈ પટેલ રહે.ગામ ઝનોર તા.જી.ભરૂચ (૨) સંજીવકુમાર પ્યારેલાલ યાદવ રહે.ગામ ફુલવાડી તા.ઝઘડિયા (૩) પ્રવિણ નિંબા ગીરાસે રહે.ગામ કોસમડી તા.અંકલેશ્વર જી.ભરૂચ (૪) અકલેશકુમાર રામદેવ રામ રહે.અંકલેશ્વર જી.ભરૂચ તેમજ (૫) લાલજીભાઈ રહે.અંકલેશ્વરના મળી પાંચ ઈસમો સામે ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.ઉપરાંત ઝઘડિયા જીઆઈડીસી પોલીસે દધેડા ગામે મોબાઇલ સીમ કાર્ડનું વેચાણ કરનાર બે મોબાઇલ શોપ સંચાલકો સુખદેવ લાદુ ગુર્જર તથા અરબાજખાન યાકુબખાન પઠાણ બન્ને રહે.ગામ દધેડા તા.ઝઘડિયા જિ.ભરૂચના સામે સીમકાર્ડનું વેચાણ કરી તેને લગતું રજીસ્ટર નહિ રાખવા બદલ જાહેરનામા ભંગ હેઠળ ગુના નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




