ભરૂચમાં “મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન-3”નું ભવ્ય આયોજન

SHARE:

ભરૂચ,

મેહદવીયા જમાત દ્વારા ધાર્મિક, સામાજિક અને જાહેર કાર્યો સાથે રમતગમત ક્ષેત્રે પણ યુવાનોમાં ઉત્સાહ વધારવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ અંતર્ગત મેહદવીયા સ્કૂલ ખાતે “મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3” માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો હતો.

રમતગમતના આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ખેલદીલી, સ્પોર્ટ્સમેનશિપ અને ખેલ ભાવના સાથે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કુતબુદ્દીન પટેલ, કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ભેંસલીના સાદિક પટેલ તથા મેહદવીયા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, રમતગમત યુવાનોમાં શિસ્ત, સ્વાસ્થ્ય અને સમાજ પ્રત્યે એકતા લાવવાનું માધ્યમ છે.

આજના ખેલાડીઓની પસંદગી કાર્યક્રમમાં કુલ 8 ટીમ ઓનર્સ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.પસંદગી બાદ આગામી દિવસોમાં મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુન્શી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે.

મેહદવીયા જમાતની મેનેજિંગ કમિટીએ જણાવ્યું છે કે મેચોની તારીખો જલ્દી જાહેર કરવામાં આવશે અને સમગ્ર સમાજના લોકો ને આ સ્પર્ધા જોવા અને યુવાનોને ઉત્સાહ આપવા અપીલ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!