best news portal development company in india

દિવાળી પુર્વે ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટીની લહેર : સામાજીક આગેવાન સમર્થકો સાથે જોડાયા

SHARE:

– ભાજપ વિકાસના નામે વિનાશ કરનારી પાર્ટી છે : યાકુબ ગુરજી ભરૂચ લોકસભા ઈન્ચાર્જ

ભરૂચ,

ગત રોજ સાંજે ભરૂચ શહેરના મધ્યમાં આવેલ શ્રવણ ચોકડી પાસે અક્ષત પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટી ની ભોલાવ જીલ્લા પંચાયત જનસભા યોજાઈ હતી.જેમાં સામાજીક રૂપે પ્રતિષ્ઠિત એવા દિપક પટેલ પોતાના આશરે 40 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમા જોડાયા હતા.

સદર કાર્યક્રમમાં લોકસભા ઈન્ચાર્જ યાકુબ ગુરજી એ નવા જોડાયેલાં લોકોને આવકાર્તા જણાવ્યું હતું કે વિસાવદર મા ગોપાલભાઈ જીત્યા પછી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લહેર ચાલી રહી છે તે આજે ભરૂચ શહેરમાં પણ દેખાય રહી છે.ભરૂચના ભાજપના હ્રદય કહેવાતા વિસ્તાર માંથી આજે લોકો આમ આદમી પાર્ટી માં જોડાઈ છે એનો મતલબ હવે લોકો સમજી ગયા છે કે ભાજપ વિકાસના નામે વિનાશ કરનારી પાર્ટી છે તાજેતરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.પણ સતત મળતી સત્તા ના નશા માં ચુર એવા ભાજપના લોકો જે રસ્તા ઉપરથી વિકાસ યાત્રા કાઢે છે તે રસ્તા વર્ષો થી ખખડધજ છે.જેના ખાડાઓ ભ્રષ્ટાચાર રૂપે કરેલા વિનાસ ની સાબીતી આપે છે અને પાછા એ જ રસ્તા ઉપર થી વિકાસ યાત્રા કાઢે છે આ હવે લોકો સમજે છે.જેથી જન હિતના કામ કરવા વાળી  આમ આદમી પાર્ટી માં લોકો જોડાઈ રહ્યા છે.

આ પ્રસંગે જીલ્લા પ્રમુખ પિયુષ પટેલે નવા આગંતુક દિપક પટેલને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી ઉષ્મા ભેર સ્વાગત કર્યું હતું.

એડવોકેટ કમલેશ મઢીવાલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં  લોકો ભાજપ ની નકલી દેશભક્તિ ને ઓળખી ગયા છે ધર્મ અને જાતીવાદની વાતો કરી વિવિધ પ્રકારે આમ લોકો પાસેથી અઢળક ટેક્ષ વસુલે છે અને તે રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેથી હવે માત્ર આમ આદમી પાર્ટી એક ભાજપ સામે મજબુત વિકલ્પ હોય જેથી ભરૂચ શહેરમા પણ રોજ નવા નવા વિસ્તાર માંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

સદર જનસભામા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો આગેવાનો અને દિપકભાઇ ના સમર્થન આપવા આવેલા યુવાનો જોડાયા હતા આશરે 40 જેટલા લોકોએ આમ આદમી પાર્ટી નો ખેસ ખુશી ખુશી પહેરી આમ આદમી પાર્ટી માં ઉત્સાહ ભેર જોડાયા હતા.આ પ્રસંગે આમ આદમી પાર્ટી માં જોડાનાર સામાજીક આગેવાન એવા દિપક પટેલે જણાવ્યું હતું કે હું મારા સમર્થકો સાથે સાચા અર્થમાં દેશભક્ત અને કામની રાજનીતિ કરનાર કટ્ટર ઈમાનદાર પાર્ટીમાં જોડાઈ ગર્વ અનુભવું છું આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને અમે ઘર ઘર પોહચી લોકોને આમ આદમીની વિચારધારા સાથે જોડીશુ.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!