ભરૂચ,
ટ્રકમાં ઉનની આડમાં લઈ જવાતો રૂપિયા ૭૦ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપરથી ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પરથી વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી થનાર છે જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલ મુલદ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી પ્રથમ તો ઉનનો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસે ચોકસાઈ પૂર્વક તપાસ કરતા ઉનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ટ્રકમાંથી રૂપિયા ૭૦.૩૯ લાખની કિંમતની વિદેશી દારૂની ૭૮૯૬ નંગ બોટલ કબ્જે કરી હતી.પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી પીન્ટુસિંહ નટુસિંગ રાવતની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તે દારૂનો જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આ મામલામાં ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.જ્યારે ટ્રક,મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૯૦.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.મામલાની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is