રાજપીપલા ખાતે એક દિવસીય રાજ્યકક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર યોજાઈ

SHARE:

– કુલપતિ ડૉ.મધુકર પાડવી,જાણીતા કવિ સાહિત્યકાર રમેશ પટેલ,મંગળ રાવળ, નૈષધ મકવાણાનું સન્માન પત્ર આપી શાલ ઓઢાડી પુસ્તક અને પુષ્પ ગુચ્છથી સન્માન કરાયું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ તથા એમ. આર.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય કક્ષાનો ગઝલ લેખન પરિસંવાદ અને ગઝલ લેખન શિબિર એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, રાજપીપળા ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન ગઝલ સાહિત્યના વિકાસ, તેના સ્વરૂપ અને સમય સાથે થયેલા પરિવર્તન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.પરિસંવાદમાં વક્તા તરીકે જાણીતા કવિ મંગળ રાવળ, રમેશ પટેલ તથા નૈષધ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.તેમણે ગઝલનું સ્વરૂપ અને વિકાસ, ગઝલના પ્રચલિત છંદોના બંધારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પરંપરાગત ગઝલ અને આધુનિક ગઝલ વચ્ચેનો તફાવત, તેમાં રહેલું સાતત્ય તથા બંને વચ્ચેનો સમન્વય સરળ ભાષામાં સમજાવ્યો હતો, જેનાથી ઉપસ્થિત સાહિત્યપ્રેમીઓને ગઝલ લેખનની ઊંડી સમજ મળી.આ પ્રસંગે બિરસામુંડા યુનિવર્સિટી,રાજપીપળાના વાઈસ ચાંસેલર ડૉ. મધુકર પાડવી, એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોળા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિ જગતાપ સહિત અનેક સાહિત્ય રસિકો, વિદ્યાર્થીઓ અને કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગેકુલપતિ ડૉ.મધુકર પાડવી, જાણીતા કવિ સાહિત્યકાર રમેશ પટેલ,મંગળ રાવળ, નૈષધ મકવાણાનું સન્માન પત્ર આપી શાલ ઓઢાડી પુસ્તક અને પુષ્પ ગુચ્છથી સન્માન કરાયું હતું. બપોરના સેશન માં વિદ્યાર્થીનો ગઝલ લેખન અંગેનો વર્કશોપ યોજાયો હતો. કાર્યક્રમનુ સફળ આયોજન જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા દ્વારા કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!