ભરૂચ,
દહેજ પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રિજન (PCPIR) (Gujarat PCPIR Welfare Society) ના ઔદ્યોગિક અને સામાજિક-આર્થિક પરિદ્રશ્યમાં આજે એક નવો વળાંક આવ્યો છે.દીપક ગ્રુપની CSR પહેલ અને દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત દીપક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં 50 બેડની આ અત્યાધુનિક સુવિધા ભારતના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક કોરિડોરમાં સ્થાનિક અને વ્યાપક ક્લિનિકલ સેવાઓની શરૂઆત કરે છે.
આ સુવિધાના પ્રારંભ સાથે ભરૂચ સુધીના 55 કિલોમીટરના અંતરનું અવરોધ દૂર થશે,જેનાથી કટોકટીના સમયે જીવનરક્ષક સારવાર માટેનો અમૂલ્ય સમય (ગોલ્ડન અવર) બચાવી શકાશે. હોસ્પિટલની સેવાઓ ખાસ કરીને ટ્રોમા અને ક્રિટિકલ કેર માટે તૈયાર કરવામાં આવી છે.જેમાં એડવાન્સ્ડ ટ્રોમા અને ICU વિંગ: કેમિકલ બર્ન્સ (રાસાયણિક દાઝ્યા) અને જટિલ ઔદ્યોગિક અકસ્માતો માટે વિશિષ્ટ પ્રોટોકોલ, મલ્ટિડિસિપ્લિનરી સ્યુટ: જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજી, ઓપ્થાલમોલોજી (આંખ), ENT (કાન-નાક-ગળું) અને ડર્મેટોલોજી (ત્વચા) માં નિષ્ણાત સેવાઓ પૂરી પાડવા સાથે ચોવીસ કલાક ડાયગ્નોસ્ટિક સર્કિટમાં હાઈ ફિડેલિટી લેબ,અદ્યતન ઈમેજિંગ અને સમર્પિત ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઈન સાથે સંકલિત ઈમરજન્સી મેડિકલ સેવાઓ મળશે.ઓક્યુપેશનલ હેલ્થ સર્વિસિસ: કોર્પોરેટ ભરતી માટે પ્રી-એમ્પ્લોયમેન્ટ સ્ક્રિનિંગ અને ફિટનેસ સર્ટિફિકેશન.
SEZ અને ઈન્ડસ્ટ્રી સ્ટેજ 1, 2 અને 3 ના કર્મચારીઓ માટે સુરક્ષા કવચ પૂરું પાડવાની સાથે, આ હોસ્પિટલ આસપાસના 44 ગામોને આધુનિક હેલ્થકેર નેટવર્ક સાથે જોડે છે.જે ઔદ્યોગિક વિકાસ અને ગ્રામીણ કલ્યાણ વચ્ચેના અંતરને દૂર કરે છે.ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા,જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મુનિરા શુક્લા (CDHO) અને દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉ.રૂચિ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.હોસ્પિટલને મળેલ ભંડોળનો ઉપયોગ હોસ્પિટલની ડાયગ્નોસ્ટિક અને ટેકનોલોજીકલ ક્ષમતાઓના સતત વિસ્તરણ માટે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.




