ઈટોલાના સરપંચનો ૨૪ કલાકમાં ભાજપથી મોહભંગ થયો કોંગ્રેસમાં ઘરવાપસી કરી

SHARE:

ભરૂચ,

આમોદ તાલુકાના ઈટોલા ગામના સરપંચ ફરીદ મહંમદ જાદવે ગત રોજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે હાજર રહી ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.પરંતુ ૨૪ કલાકમાં જ ભાજપથી મોહભંગ થયો હતો અને આજ રોજ બપોરના સમયે તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી ની હાજરીમાં કાર્યકર્તાઓ સાથે મળી કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.આ બાબતે ઇટોલા ગામના યુવા સરપંચ ફરીદ જાદવે જણાવ્યું હતું કે તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ દ્વારા મને પ્રલોભન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તમારા ગામના ૨૫ લાખના કામો આપીશું તમે ઓફિસે આવજો જ્યાં મને ધારાસભ્ય હસ્તે કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો અને હું ભાજપમાં જોડાઈ ગયો હોવાના ફોટા અને વિડીયો વાયરલ થયા છે.જે ખરેખર ખોટા છે.હું પહેલેથી કોંગ્રેસને જ વોટ આપું છે અને કોંગ્રેસનો માણસ છું અને કોંગ્રેસમાં જ રહીશ.અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ઈટોલા ગામના સરપંચ ફરીદ મહંમદ જાદવે ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ તાલુકા પ્રમુખ દીપક ચૌહાણની હાજરીમાં જણાવ્યું હતું કે હું મારી ટીમ સાથે ભાજપમાં જોડાયું છું.ભાજપમાં વિકાસના કામો સારા થાય છે.જેથી ભાજપમાં જોડાયો હોવાનું જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!