અંકલેશ્વરના અંદાડા ખાતે આદર્શ મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું : મતદારો માટે સેલ્ફી પોઈન્ટ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ

SHARE:

– મોડેલ પોલિંગ બૂથ મતદારોને ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાનનો અનોખો અહેસાસ કરાવશે
ભરૂચ,
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આજે સમગ્ર ભરૂચ જિલ્લામાં સવારથી જ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા અને મતદાનની ટકાવારી વધારવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની કુમાર પ્રાથમિક શાળા ખાતે એક ‘આદર્શ મતદાન મથક’ (Model Polling Booth) તૈયાર કરવામાં આવ્યું છે.આ મથક મતદારોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે આવેલી કુમાર પ્રા.શાળા ખાતે નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં આદર્શ પોલિંગ બુથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથક બનાવામાં આવ્યું છે.જેમાં મતદારની જરૂરીયાતને ધ્યાને લઈ સુવિધાઓ ઉભી કરાઈ છે.આ મતદાન મથક સુશોભિત અને નમૂનારૂપ બનશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!