દહેજ પોલીસ મથકનો પોલીસકર્મી ૬૦ હજારની લાંચ લેતા ભરૂચ એસીબીના છટકામાં ઝડપાયો

SHARE:

– ખાનગી કંપનીના બાંધકામ દરમ્યાન એકનું હાર્ટ એટેકથી મોત બાદ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો 

– પરિવારને મરણ દાખલાની જરૂર પડતા તેઓએ પંચાયત અને ત્યાર બાદ તપાસ કરનાર પોલીસકર્મીનો સંપર્ક કરતા ૧ લાખની માંગ કરતા ૬૦ નક્કી થયા હતા 

ભરૂચ,

દહેજ પોલીસ મથકનો પોલીસ કર્મી ૬૦ હજારની લાંચ લેતા ભરૂચ એસીબીના છટકામાં ઝડપાઈ જતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદીનાઓને દહેજ ખાતેની ખાનગી કંપનીમાં બાંધકામનુ કામ ચાલતુ હતુ.ગઈ તા.૧૮/૦૧/૨૦૨૬ના રોજ ફરીયાદીના મિત્રનો ફોન આવેલ અને જણાવેલ કે, “સ્ટાફના એક વ્યક્તિનુ હાર્ટ એટેક આવતા તેઓને સારવાર અર્થે જોલવા ગામમાં દવાખાનામાં લઈ ગયેલ હતા.જ્યા સારવાર દરમ્યાન તેઓને મરણ જાહેર કરેલ હતા.જે અંગે દહેજ પોલીસ સ્ટેશન ખાતે અ.મોત દાખલ થયેલ જે અ.મોતની તપાસ આ કામના આરોપી કિરપાલસિંહનાઓ કરતા હતા.બાદ તેઓના પરીવારના સભ્યોને મરણના દાખલાની જરૂરત હોવાથી દહેજ ગ્રામ પંચાયતમાં જતા તલાટીએ અ.મોતની જાહેરાત તથા પી.એમ.નોટની કોપી માંગેલ હતી.જે લેવા માટે આ કામના આરોપી કિરપાલસિંહનો સંપર્ક કરતા તેઓએ અ.મોતની જાહેરાત તથા પી.એમ નોટની કોપી આપવાના રૂ.૧,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ હતી.જે અંગે રકઝક કરતા અંતે રૂ.૭૦,૦૦૦ લેવાના નક્કી કરેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ભરૂચ એ.સી.બીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા ટ્રેપ દરમ્યાન આ કામના ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.૭૦,૦૦૦ ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ.૬૦,૦૦૦ આપવાનું નક્કી થતા તેઓ લેવા આવતા એસીબીના છટકામાં ઝડપાઈ જતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!