આમોદની દેણવા સરકારી માધ્યમિક શાળાનું એસ.એસ.સી બોર્ડનું ૧૦૦% ટકા પરિણામ

SHARE:

ભરૂચ,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-૧૦ (એસ.એસ.સી) માર્ચ-૨૦૨૬ નું પરિણામ જાહેર થતા જ દેણવા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સરકારી માધ્યમિક શાળા દેણવાના વિદ્યાર્થીઓની સતત મહેનત અને શ્રેષ્ઠ શિક્ષણના પરિણામે શાળાએ ૧૦૦% પરિણામ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરતા ઉચ્ચ ગુણાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.જેમાં પ્રથમ ક્રમાંકે પરમાર નિશાએ- ૫૨૫ ગુણ (૮૭.૫૦%) સાથે સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.દ્વિતીય ક્રમે ગોહિલ ઉર્વશીએ- ૪૮૬ ગુણ (૮૧.૦૦%)સાથે બીજા ક્રમ મેળવ્યો છે.તૃતીય ક્રમે પઢીયાર મનીષે – ૪૮૨ ગુણ (૮૦.૩૩%) મેળવી ત્રીજું સ્થાન મેળવ્યું છે. આમોદ તાલુકાની ગામડાની સરકારી શાળાનું ૧૦૦% ઝળહળતું પરિણામ આવતા ગ્રામજનો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.સરકારી શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવતા શાળાના આચાર્ય તેમજ સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!